________________
વ્યંતરદેવમાં, પાંચમી-છઠ્ઠી-સાતમીનરકમાં અને તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. જે જીવ નલલેશ્યામાં મરણ પામે છે, તે ભવનપતિ કે વ્યંતરદેવમાં, ત્રીજી-ચોથી-પાંચમીનરકમાં અને તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. જે જીવ કાપોતલેશ્યામાં મરણ પામે છે, તે ભવનપતિ કે વ્યંતરદેવમાં, પહેલી-બીજી-ત્રીજીનરકમાં અને તિર્યચ-મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે.
• જે જીવ તેજોલેશ્યામાં મરણ પામે છે, તે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક કે પહેલા બે દેવલોકમાં, એકેન્દ્રિય કે તિર્યચપચેન્દ્રિયમાં અને મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. જે જીવ પદ્મશ્યામાં મરણ પામે છે, તે જીવ ત્રીજા-ચોથા-પાંચમાદેવલોકમાં, તિર્યંચપંચેન્દ્રિયમાં અને મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. જે જીવ શુકુલલેશ્યામાં મરણ પામે છે, તે જીવ છઠ્ઠાદેવલોકથી અનુત્તરદેવમાં, તિર્યચપંચેન્દ્રિયમાં અને મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. પ્રશ્ન :- (૬૦) જીવ પરભવમાંથી જે વેશ્યા લઈને આવ્યો હોય, તે જ લેશ્યા મરણ સુધી રહે ? કે બદલાઈ જાય ? જવાબ :- શાસ્ત્રમાં" કહ્યું છે કે, દેવ-નારકોને પરભવમાંથી જે વેશ્યા લઈને આવ્યા હોય, તે જ વેશ્યા મરણ સુધી રહે છે. અને તિર્યંચમનુષ્યને પરભવમાંથી જે વેશ્યા લઈને આવ્યા હોય તે લેણ્યા માત્ર અંતર્મુહૂર્તકાળ સુધી જ રહે છે. પછી મરણ સુધી પોતાના અધ્યવસાય અનુસારે અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત લેશ્યા બદલાઈ જાય છે. પ્રશ્ન :- (૬૧) કઈ સમ્યકત્વમાર્ગણામાં કઈ આનુપૂર્વીનો ઉદય હોય? જવાબ :- ગ્રન્થિભેદજન્ય ઉપશમસમ્યગદૃષ્ટિ મરણ પામતો ન હોવાથી તેને ઉપશમસમ્યકત્વ લઈને પરભવમાં જવાનુ હોતુ નથી. તેથી તેને એકે ય આનુપૂર્વીનો ઉદય હોતો નથી. પણ શ્રેણિગત ઉપશમસમ્યગદૃષ્ટિ મરણ
(૧૫) પીત-પ સુવત્તત્તેશ્યા દિ-ત્રિ-શેષ | I૪, ૨૩ તત્ત્વાર્થના આધારે ૬ઢાથી ૮મા દેવલોકમાં રહેલા મંદશુકલલેશ્યવાળા દેવો સંજ્ઞાતિપંચમાં પણ ઉત્પન્ન થઇ શકે છે. (૧૬) જાઓ દ્રવ્યલોકપ્રકાશ સર્ગ-૩ શ્લોક નં૦ ૩૧૫ | ૩૨૩
૨૮૨