________________
ત્રણજાતિ, આનુપૂર્વીચતુષ્ક, આતપ, જિનનામ અને સ્થાવરચતુષ્ક એમ કુલ-૧૩ વિના ૧૦૯ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે.
(૨) સિદ્ધાંતકારભગવંતનું એવું માનવું છે કે, લબ્ધિ-અપર્યાપ્તા ચઉરિન્દ્રિયાટિજીવોને પણ ચક્ષુદર્શન હોય છે. તેથી ચક્ષુદર્શનમાર્ગણામાં એકેન્દ્રિયાદિ-ત્રણ જાતિ, આનુપૂર્વીચતુષ્ક, સ્થાવરદ્ધિક, સાધારણ, આતપ અને જિનનામ એમ કુલ-૧૨ વિના ૧૧૦ પ્રકૃતિ ઓથે ઉદયમાં હોય છે.
આ બન્ને મતે વિગ્રહગતિમાં દ્રવ્યેન્દ્રિયનો અભાવ હોવા છતાં પણ લબ્ધિથી ચક્ષુદર્શન માનેલું છે. તેથી આનુપૂર્વી ચતુષ્કનો ઉદય પણ સંભવે છે. એટલે કર્મગ્રન્થકારનાં મતેઃ- ૧૦૯ + આનુપૂવચતુષ્ક = ૧૧૩ અને સિદ્ધાંતકારનાં મતે - ૧૧૦ + આનુપૂર્વીચતુષ્ક = ૧૧૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. પ્રશ્ન :- (૫૮) સિદ્ધાંતકારનાં મતે અવધિદર્શનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ જણાવો ? જવાબ :- સિદ્ધાંતકારનાં મતે વિલંગજ્ઞાનીને પણ અવધિદર્શન હોય છે. તેથી અવધિદર્શનમાર્ગણામાં ૧ થી ૧૨ ગુણઠાણા હોય છે. તેમાં ઓથે જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, આતપ અને જિનનામ વિના ૧૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વે ૧૧૨માંથી મિશ્રમો), સ0મો), આહાદ્ધિક વિના ૧૦૮, સાસ્વાદને ૧૦૮માંથી મિથ્યાત્વમો, નરકાનુપૂર્વી વિના ૧૦૬, મિશ્ર ૧૦૬માંથી અનં૦૪, ત્રણ આનુપૂર્વી વિના ૯૯ + મિશ્રમો = ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૪થી૧૨ ગુણઠાણા સુધી કર્મસ્તવની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. પ્રશ્ન :- (૫૯) કઈ લેગ્યામાં મરણ પામેલો જીવ ક્યાં ઉત્પન્ન થઈ શકે છે? જવાબ - શાસ્ત્રમાં કહ્યું છે કે, જીવ નમ્ન પર ૩વવફા જે લેગ્યામાં મરણ પામે છે. તે જ લેશ્યામાં ઉત્પન્ન થાય છે. એ નિયમાનુસારે જે જીવ કૃષ્ણલેશ્યામાં મરણ પામે છે, તે ભવનપતિ કે
૨૮૧