________________
* સિદ્ધાંતકારનું એવું માનવું છે કે, નારકમાંથી નીકળેલો જીવ વિર્ભાગજ્ઞાન લઇને તિર્યંચમાં જુગતિથી ઉત્પન્ન થઈ શકે છે પણ વિગ્રહગતિથી ઉત્પન્ન થતો નથી અને વિગ્રહગતિ વિના અનુપૂર્વીનો ઉદય હોતો નથી. એટલે વિર્ભાગજ્ઞાની તિર્યંચને તિર્યંચાનુપૂર્વીનો ઉદય ન હોય. પ્રશ્ન :- (૫૬) વિર્ભાગજ્ઞાન માર્ગણામાં કઈ આનુપૂર્વીનો ઉદય હોય? અને કઈ અનુપૂર્વીનો ઉદય ન હોય ? જવાબ :- સંજ્ઞી તિર્યંચ-મનુષ્યો વિર્ભાગજ્ઞાન લઇને દેવ કે નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી દેવ-નારકને ભવના પ્રથમ સમયથી વિલંગજ્ઞાન હોય છે. એટલે વિર્ભાગજ્ઞાન માર્ગણામાં દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વીનો ઉદય હોય છે.
સિદ્ધાંતકારભગવંતનું એવું માનવું છે કે, સંજ્ઞી તિર્યચ-મનુષ્યને વિગ્રહગતિમાં વિલંગજ્ઞાન હોતું નથી. તેથી વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વીનો ઉદય હોતો નથી.
સપ્તતિકાગ્રંથમાં વિભાગજ્ઞાનમાર્ગણાના સંવેધમાં તિર્યંચ-મનુષ્યને ૨૧ના ઉદયના ઉદયભાંગા બતાવેલા છે. એટલે વિર્ભાગજ્ઞાનામાર્ગણામાં તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વીનો ઉદય સંભવે છે. પ્રશ્ન :- (૫૭) ચક્ષુદર્શનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ જણાવો. જવાબ :- (૧) કર્મગ્રન્થકારભગવંતનું એવું માનવું છે કે, લબ્ધિ-પર્યાપ્તા ચઉરિન્દ્રિયાદિને જ ચક્ષુદર્શન હોય છે.
આ બાબતમાં પણ બે મત છે.
(૧) કેટલાક કર્મગ્રન્થકારભગવંતનું એવું માનવું છે કે, લબ્ધિપર્યાપ્તા ચઉરિન્દ્રિયાદિને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી પર્યાપ્તાવસ્થામાં જ ચક્ષુદર્શનનો ઉપયોગ હોય છે.
(૨) કેટલાક કર્મગ્રન્થકાર ભગવંતનું એવું માનવું છે કે, લબ્ધિપર્યાપ્તા ચઉરિક્રિયાદિને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી અપર્યાપ્તાવસ્થામાં પણ ચક્ષુદર્શનનો ઉપયોગ હોય છે. પણ તેઓ કરણ-અપર્યાપ્તા હોય છે. લબ્ધિ-અપર્યાપ્ત નથી હોતા. તેથી ચક્ષુદર્શનમાર્ગણામાં એકેન્દ્રિયાદિ
૨૮૦