________________
(અગુ૦૪, નિર્માણ) + ત્ર૦૧૦ + અસ્થિર + અશુભ + અયશ + ઉચ્ચગોત્ર + અંત૦૫ ૭૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
=
પ્રશ્ન :- (૫૪) કઈ ગતિમાં જીવ કયા વેદે ઉત્પન્ન થઇ શકે છે ? જવાબ :- નરકગતિમાં નારકો અને તિર્યંચગતિમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને સર્વે લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચો નપુંસકવેદે જ ઉત્પન્ન થાય છે. અસંશી તિર્યંચ પંચેન્દ્રિય ભાવવેદની અપેક્ષાએ નપુંસકવેદે ઉત્પન્ન થાય છે અને દ્રવ્યવેદની અપેક્ષાએ પુરુષવેદે અને સ્ત્રીવેદે ઉત્પન્ન થાય છે અને સંજ્ઞી તિર્યંચો ત્રણે વેદમાંથી કોઇપણ વેદે ઉત્પન્ન થઇ શકે છે.
મનુષ્યગતિમાં લબ્ધિ-અપર્યાપ્તા મનુષ્યો નપુંસકવેદે જ ઉત્પન્ન થાય છે અને લબ્ધિ-પર્યાપ્તા મનુષ્યો ત્રણ વેદમાંથી કોઇ પણ વેદે ઉત્પન્ન થઇ શકે છે.
દેવગતિમાં ભવનપતિથી માંડીને પહેલા બે દેવલોક સુધીના દેવો સ્ત્રીવેદે કે પુરુષવેદે ઉત્પન્ન થઇ શકે છે અને ત્રીજાદેવલોકથી અનુત્તરસુધીના દેવો પુરુષવેદે જ ઉત્પન્ન થાય છે.
સમ્યદૃષ્ટિ દેવ અને સમ્યક્ત્વી તિર્યંચ-મનુષ્યો પુરુષવેદે જ ઉત્પન્ન થાય છે. જો કે બ્રાહ્મી, સુંદરી, મલ્લિકુમારી વગેરે સમ્યગ્દષ્ટિ જીવો મનુષ્યમાં સ્ત્રીવેદે ઉત્પન્ન થયા હતા. પરંતુ એવું ક્યારેક અપવાદરૂપે જ બને છે. તેથી તેની વિવક્ષા કરવામાં આવતી નથી.... પ્રશ્ન :- (૫૫) વિભંગજ્ઞાની તિર્યંચનું ઉદયસ્વામિત્વ જણાવો.... જવાબ :- વિભંગજ્ઞાની તિર્યંચને ઓથે મિશ્રમો, સમો, નકત્રિક, મનુષ્યત્રિક, દેવત્રિક, જાતિચતુષ્ક, આહારકદ્ધિક, વૈક્રિયદ્ધિક, તિર્યંચાનુપૂર્વી, આતપ, જિનનામ સ્થાવરચતુષ્ક અને ઉચ્ચગોત્ર એમ કુલ ૨૭ વિના જ્ઞા૦૫ + દ૦૯+ વે૦૨ + મો૦૨૬ + તિર્યંચાયુ + નામ-૪૬૧૪ નીચગોત્ર + અંત૦૫ ૯૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
=
(૧૪) તિર્યંચગતિ + પંચેન્દ્રિયજાતિ + શરીર-૩ [ઔ૦, તૈ, કા૦] + ઔઅં0 + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૨૪ + પ્ર૦૬ [અગુ૦૪, નિર્માણ, ઉદ્યોત] + ત્રસ-૧૦ + અસ્થિરષટ્ક = ૪૬
૨૭૯