________________
કે આહારકશરીર હોય છે. એટલે ઔદારિકકાયયોગમાર્ગણામાં વૈક્રિયદ્ધિક અને આહારકદ્ધિકનો ઉદય કેમ ન ઘટી શકે? જવાબ :- એક જીવને એકી સાથે વધુમાં વધુ કાર્મણશરીર, તૈજસશરીર, ઔદારિકશરીર અને ઉત્તરવૈક્રિયશરીર અથવા આહારકશરીર એમ કુલ-૪ શરીર હોય છે. એટલે ઔદારિકશરીરની સાથે ઉત્તરવૈક્રિયશરીર કે ઔદારિકશરીરની સાથે આહારકશરીર હોય છે. પણ કેટલાક ગ્રન્થકાર મહાપુરુષનું એવું માનવું છે કે, જ્યારે વૈક્રિયલબ્ધિવાળા તિર્યંચ-મનુષ્યો ઉત્તરવૈક્રિયશરીર કે આહારકલબ્ધિવાળા ચૌદપૂર્વધર પ્રમત્તસંયમી આહારકશરીર બનાવે છે. ત્યારે વૈક્રિયશરીર કે આહારકશરીરની પ્રધાનતા અને ઔદારિકશરીરની ગૌણતા હોય છે. તેથી તેની વિરક્ષા કરાતી નથી.
કેટલાક ગ્રન્થકાર મહાપુરુષોનું એવું માનવું છે કે, જ્યારે વૈક્રિયલબ્ધિવાળા તિર્યંચ-મનુષ્યો ઉત્તરવૈક્રિયશરીર બનાવે છે ત્યારે ઔદારિક શરીરમાં આત્મપ્રદેશો હોવા છતાં ઔદારિકશરીરનામકર્મનો ઉદય હોતો નથી તે વખતે વૈક્રિયદ્ધિકનો ઉદય હોય છે. એટલે જ્યાં સુધી તિર્યંચ-મનુષ્યને ઉત્તરવૈક્રિયશરીર હોય ત્યાં સુધી જેમ ઔદારિકશરીર નામકર્મનો ઉદય હોતો નથી તેમ ઔદારિકકાયયોગ પણ હોતો નથી. એ જ રીતે, જ્યાં સુધી આહારકલબ્ધિવાળા પ્રમસંયમીને આહારકશરીર હોય છે ત્યાં સુધી આહારકદ્ધિકનો ઉદય હોય છે. તે વખતે ઔદારિકટ્રિકનો ઉદય હોતો નથી. એટલે ઔદારિકકાયયોગ પણ હોતો નથી તેથી ઔદારિકકાયયોગ માર્ગણામાં વૈક્રિયદ્ધિક અને આહારકદ્વિકનો ઉદય ઘટી શકતો નથી... પ્રશ્ન - (૫૩) ક્ષાયિકસમ્યકત્વી સર્વવિરતિધર સાધ્વીજી મહારાજનું ઉદયસ્વામિત્વ જણાવો ? જવાબ :- ક્ષાયિકસમ્યકત્વી સર્વવિરતિધર સાધ્વીજીને જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૧૧ [i૦૪, હાસ્યષક, સ્ત્રીવેદ) + મનુષ્યાય + નામ-૩૭ [મનુષ્યગતિ + પંચ૦જાતિ + શરીર-૩ + ઔ અં૦ + પ્રથમસંઘ૦ + સં૦૬ + વર્ણાદિ - ૪ + વિહા૦૨ = ૧૯ + પ્ર૦૫
૨૭૮