________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
(પ્રશ્નોત્તરી)
પ્રશ્ન :- (૧) આ ગ્રન્થના નામની સાર્થકતા જણાવો ? જવાબ :- પૂજ્યશ્રી ગ્રન્થકારભગવંતે આ ગ્રંથમાં કઈ માર્ગણામાં રહેલા જીવો ઓથે [સામાન્યથી] કેટલી કર્મપ્રકૃતિને બાંધી શકે છે? અને તે માર્ગણામાં રહેલા જીવો ક્યા ગુણઠાણા સુધી કેટલી કર્મપ્રકૃતિને બાંધી શકે છે, એ સર્વે હકીકત જણાવેલી છે. તેથી જે માર્ગણામાં જે જીવ ઓથે અને જે ગુણઠાણે જેટલી કર્મપ્રકૃતિને બાંધી શકતો હોય, તે માર્ગણામાં તે જીવ ઓધે અને તે તે ગુણઠાણે તેટલી કર્મપ્રકૃતિના બંધના સ્વામી કહેવાય છે. તેથી આ ગ્રન્થનું નામ “બંધસ્વામિત્વ” રાખવામાં આવ્યું છે. પ્રશ્ન :- (૨) જ્ઞાનમાર્ગણામાં જ્ઞાનની વિરોધી અજ્ઞાન, સંયમમાર્ગણામાં સંયમની વિરોધી અસંયમ માર્ગણા કેમ કહી છે ? જવાબ :- ગત્યાદિ-૧૪ મૂળ માર્ગણામાંથી એક-એક મૂળ માર્ગણામાં સર્વે સંસારી જીવોનો સમાવેશ કરવાનો છે એટલે જો જ્ઞાનમાર્ગણાની વિરોધી અજ્ઞાનમાર્ગણા ન લેવામાં આવે, તો મત્યાદિ જ્ઞાનમાર્ગણામાં જ્ઞાની જીવોનો સમાવેશ થાય છે પણ અજ્ઞાનીજીવો રહી જાય છે એટલે જ્ઞાનમાર્ગણામાં સર્વે સંસારીજીવોનો સમાવેશ થતો નથી પણ જો જ્ઞાનની વિરોધી અજ્ઞાન માર્ગણા લેવામાં આવે, તો જ્ઞાનમાર્ગણામાં સર્વે સંસારીજીવોનો સમાવેશ થઈ શકે, તેથી જ્ઞાનમાર્ગણામાં જ્ઞાનની પ્રતિપક્ષી અજ્ઞાનમાર્ગણા કહી છે.
એ જ રીતે, સંયમમાર્ગણામાં અસંયમી જીવોનો પણ સમાવેશ કરવાનો હોવાથી, સંયમમાર્ગણાની વિરોધી અસંયમ માર્ગણા કહી છે. પ્રશ્ન :- (૩) જો એક-એક મૂળમાર્ગણામાં સર્વ સંસારી જીવનો સમાવેશ કરવાનો છે, તો વેદમાર્ગણામાં અવેદમાર્ગણા અને
૨૫૬