________________
કષાયમાર્ગણામાં અકષાયમાર્ગણા કેમ નથી કહી ? જવાબ :- વેદમાર્ગણામાં અવેદમાર્ગણા અને કષાયમાર્ગણામાં અકષાયમાર્ગણા સંભવે છે. છતાં ગ્રન્થકારભગવંતે વેદમાર્ગણામાં અવેદમાર્ગણા અને કષાયમાર્ગણામાં અકષાયમાર્ગણા નથી કહી. તેનું કારણ અવિવફા જણાય છે. પ્રશ્ન :- (૪) નારકો કઈ ગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે ? અને કઈ ગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકતા નથી ? જવાબ :-- નરકમાંથી નીકળેલો જીવ મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચપ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે.
નારકો એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય અને દેવ-નારકમાં ઉત્પન્ન થતાં નથી. તેથી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી તિર્યચપંચેન્દ્રિય, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય અને દેવ-નરક પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકતા નથી. પ્રશ્ન :- (૫) સાતમી નરકમાં રહેલા નારકોને મનુષ્યગતિમાં ઉત્પન્ન થવાનું જ નથી. તેથી ત્યાં મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રને કેમ બાંધી શકે? જવાબ :- સામાન્યથી જીવ જે ગતિમાં જવાની યોગ્યતાવાળો હોય, તે ગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે. જેમકે, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવો દેવ-નરકમાં જઈ શકતા નથી. તેથી તે જીવો દેવગતિ કે નરકગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકતા નથી. તે જીવો મનુષ્ય
(૧) જ્યારે આયુષ્ય બંધાય છે ત્યારે જે ભવનું આયુષ્ય બંધાતુ હોય, તે જ ભવને યોગ્ય ગતિ, જાતિ, આનુપૂર્વી, શરીરાદિ કર્મપ્રકૃતિ બંધાય છે. પણ આયુષ્યકર્મના બંધ પછીથી મરણ સુધી જે જીવે જે આયુષ્ય બાંધ્યું હોય, તે જીવ તે જ ભવને યોગ્ય ગતિ, જાતિ વગેરે કર્મપ્રકૃતિને બાંધે, એવો નિયમ નથી. એટલે કોઈ પણ જીવ જ્યારે આયુષ્ય ન બંધાતું હોય ત્યારે જે જે ગતિમાં જવાની યોગ્યતાવાળો હોય છે, તે તે ગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે.
૨૫૭