________________
મુનિ શ્રીવીરશેખરવિજયજી મહારાજા, સંપૂર્ણ કર્મરજનો સત્તામાંથી જેમણે નાશ કર્યો છે એવા શ્રી મહાવીરસ્વામીને નમસ્કાર કરવા પૂર્વક સ્તવના કરી રહ્યાં છે.
વિવેચન -- અણાહારીમાર્ગમાં પહેલું, બીજુ, ચોથું, તેરમું અને ચૌદમું એમ કુલ પાંચ ગુણઠાણા હોય છે. તેમાંથી પહેલું, બીજું, ચોથું અને તેરમું એમ કુલ ૪ ગુણઠાણે કર્મણકાયયોગની જેમ સત્તાસ્વામિત્વ જાણવું. તથા ચૌદમાગુણઠાણે દ્વિચરમસમય સુધી કર્મસ્તવમાં કહ્યા મુજબ ૮૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. અને ચરમસમયે અનેકજીવની અપેક્ષાએ ૧૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. કારણકે કોઈક અયોગીકેવલીભગવંતને શાતાનો ઉદય હોય છે અને કોઈક અયોગીકેવલીભગવંતને અશાતાનો ઉદય હોય છે એટલે અનેક જીવની અપેક્ષાએ ૧૪મા ગુણઠાણાના છેલ્લા સમયે શાતા-અશાતા બન્ને સત્તામાં હોય છે અને એકજીવની અપેક્ષાએ ૧૨ પ્રકૃતિ સત્તામાં હોય છે.
પ્રસ્તુત ગ્રન્થના અંતે પૂ.આચાર્યભગવંતશ્રીવીરશેખરસૂરીશ્વરજી મહારાજા “મદ' પદથી શ્રી મહાવીરસ્વામીને નમસ્કાર કરવા દ્વારા અંતિમ મંગલાચરણ કરી રહ્યાં છે. सिरिपेमसूरिगुरुवररज्जे भूवा गहिंदुनह [ २०१९] वासे । वीरां-ऽकमय जिणद्दे [ २४८९] जावालपुरे समत्तमिणं ॥३१॥
ગાથાર્થ - આચાર્યભગવંતશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાની શુભનિશ્રામાં શ્રીવીરશેખરવિજયજી મહારાજે જાવલનગરમાં વિક્રમ સંવત ૨૦૧૯ અને વીર સંવત ૨૪૮૯ની સાલમાં સત્તાસ્વામિત્વ ગ્રન્થની રચના સમાપ્ત કરી છે. પૂ. શ્રી વીરશેખરસૂરીશ્વરજી મહારાજા વિરચિત
સત્તાસ્વામિત્વ સમાપ્ત
૨૫૫