________________
ગુણઠાણે ત્રણ આયુષ્ય અને આહારકચતુષ્ક વિના ૧૪૦ પ્રકૃતિ સત્તામાં હોય છે.
વિવેચન - અસંન્નીમાર્ગણામાં ઓથે અને મિથ્યાત્વે જિનનામ વિના ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે, કારણકે જિનનામની સત્તાવાળો જીવ અસંજ્ઞીમાં ઉત્પન્ન થતો નથી. તેથી અસંશીમાર્ગણામાં જિનનામની સત્તા હોતી નથી.
અસંજ્ઞીમાર્ગણામાં રહેલો જીવ પૂર્વભવમાંથી સાસ્વાદન ગુણઠાણ લઈને, આવેલો હોવાથી શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદનગુણઠાણ હોય છે. તે વખતે પરભવાયુ બંધાતું નથી એટલે ભોગવાતું તિર્યંચાયું જ સત્તામાં હોય છે. તે સિવાયના બાકીના ત્રણ આયુષ્યની સત્તા હોતી નથી. અને આહારકચતુષ્કની સત્તાવાળો જે મનુષ્ય ઉપશમશ્રેણીથી પડીને સાસ્વાદને આવે છે. તેને જ સાસ્વાદનગુણઠાણે આહારકચતુષ્કની સત્તા હોય છે, અન્યને નહીં. એ શાસ્ત્રાનુસારે તિર્યંચોને સાસ્વાદનગુણઠાણે આહારકચતુષ્કની સત્તા હોતી નથી. તેથી અસંજ્ઞીમાર્ગણામાં સાસ્વાદન ગુણઠાણે ત્રણ આયુષ્ય, આહા૦૪ અને જિનનામ વિના ૧૪૦ પ્રકૃતિ સત્તામાં હોય છે.
અણાહારીમાર્ગણામાં સત્તાસ્વામિત્વ - અણાહારીમાર્ગણામાં સત્તાસ્વામિત્વ :कम्मव्व अणाहारे, ओघव्व चउदसमेऽत्थि वीरपहुं । मुणिवीरसेहर थुअं णमह हयासेसकम्मरयसत्तं ॥३०॥
ગાથાર્થ - અણાહારી માર્ગણામાં [પહેલા, બીજા, ચોથા અને તેરમા ગુણઠાણે] કાર્મણકાયયોગની જેમ સત્તાસ્વામિત્વ જાણવું અને ચૌદમા ગુણઠાણે કર્મસ્તવમાં કહ્યા મુજબ સત્તાસ્વામિત્વ જાણવું.
૨૫૪