________________
૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, ચોથી, પાંચમી અને છઠ્ઠી નરકમાં ૧થી૪ ગુણઠાણે સત્તાસ્વામિત્વ જાણવું. પરંતુ બીજા ગુણઠાણે આહારકચતુષ્કની સત્તા હોતી નથી.
તમસ્તમપ્રભા નરકમાં જિનનામ, મનુષ્યાય અને દેવાયુ વિના ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, ૧થી૪ ગુણઠાણામાં જાણવું. પરંતુ બીજાગુણઠાણામાં આહારકચતુષ્કની સત્તા હોતી નથી.
વિવેચન- ગ્રન્થકાર ભગવંતે નરકગતિમાર્ગણા કુલ-૮ પ્રકારે કહી છે. (૧) સામાન્યથી નરકગતિ માર્ગણા (૨) પ્રથમ નરકમાર્ગણા (૩) બીજી નરકમાર્ગણા (૪) ત્રીજી નરકમાર્ગણા (૫) ચોથી નરકમાર્ગણા (૬) પાંચમી નરકમાર્ગણા (૭) છઠ્ઠી નરકમાર્ગણા અને (૮) સાતમી નરકમાર્ગણા છે. તેમાં સામાન્યથી નરકગતિમાર્ગણામાં ઓથે જ્ઞા૦૫ + દ૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ૦૩ (દેવાયુ વિના) + નામ-૯૩ + ગો૦૨ + અંત૨૫ = ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે.
* નારક મરીને દેવ કે નરકમાં ઉત્પન્ન થતો નથી. તેથી દેવાયું કે નરકાયુને બાંધતો નથી. તેથી દેવાયુની સત્તા હોતી નથી. પરંતુ નરકાયુને ભોગવી રહ્યો હોવાથી નરકાયુની સત્તા હોય છે. સામાન્યથી નરકગતિમાર્ગણામાં ૧થી૪ ગુણઠાણે સત્તાસ્વામિત્વ
(૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞા૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ૦૩ દિવાયુ વિના] નામ-૯૩ + ગો૦૨ + અંત૮૫ = ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે.
* કોઈ મનુષ્ય જિનનામને બાંધીને નરકમાં જાય છે. તો કોઈ મનુષ્ય આહારકદ્ધિકને બાંધીને નરકમાં જાય છે. એટલે નરકગતિમાં અનેક નારકોની અપેક્ષાએ ૯૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. પરંતુ એક નારકની અપેક્ષાએ જિનનામ વિના-૯૨ પ્રકૃતિ સત્તામાં હોઈ શકે છે. કારણકે તીર્થકર નામકર્મ અને આહા૦૪ની સત્તાવાળો કોઈ પણ જીવ નરકગતિમાં ઉત્પન્ન થતો નથી. એટલે એક નારકને ૯૩ પ્રકૃતિ સત્તામાં હોતી નથી.
* જે જીવે પહેલા નરકાયુષ્ય બાંધેલુ હોય, પછી ક્ષયોપશમ સમ્યકત્વ પામીને, વિશુદ્ધિના વશથી જિનનામને નિકાચિત કરે, તે જીવને નરકમાં
૨૦૨