________________
૨૦૦
ગુણઠાણામાં નામકર્મનાં સત્તાસ્થાનઃ
મિથ્યાત્વગુણઠાણે ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦ અને ૭૮નું સત્તાસ્થાન હોય છે.
સાસ્વાદનગુણઠાણે ૯૨ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. મિશ્રગુણઠાણે ૯૨, અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. સમ્યક્ત્વગુણઠાણે ૯૩, ૯૨, ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. દેશવિરતિગુણઠાણે ૯૩, ૯૨, ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. પ્રમત્તગુણસ્થાનકે ૯૩, ૯૨, ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. અપ્રમત્તગુણઠાણે ૯૩, ૯૨, ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે.
અપૂર્વકરણગુણઠાણે ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિમાં ૯૩, ૯૨, ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે.
અનિવૃત્તિગુણઠાણે ઉપશમશ્રેણિમાં ૯૩, ૯૨, ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. ક્ષપકશ્રેણીમાં પહેલા ભાગ સુધી ૯૩, ૯૨, ૮૯ અને ૮૮ તથા બીજાભાગથી નવમા ભાગ સુધી ૮૦, ૭૯, ૭૬ અને ૭૫નું સત્તાસ્થાન હોય છે.
સૂક્ષ્મસંપરાયગુણઠાણે ઉપશમશ્રેણીમાં ૯૩, ૯૨ ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે. અને ક્ષપકશ્રેણીમાં ૮૦, ૭૯, ૭૬ અને ૭૫નું સત્તાસ્થાન હોય છે. ઉપશાંતમોહગુણઠાણે ૯૩, ૯૨, ૮૯ અને ૮૮નું સત્તાસ્થાન હોય છે.
૧૨ થી ૧૪ મા ગુણઠાણાના દ્વિચરમ સમય સુધી ૮૦, ૭૯, ૭૬ અને ૭૫નું સત્તાસ્થાન હોય છે. ૧૪મા ગુણઠાણાના ચરમ સમયે ૯ અને ૮નું સત્તાસ્થાન હોય છે.