________________
જ ગુણઠાણામાં મોહનીયકર્મનાં સત્તાસ્થાન- લિ.
૧૯૯
મિથ્યાત્વ ગુણઠાણે ૨૮, ૨૭, અને ૨૬નું સત્તાસ્થાન હોય છે. સાસ્વાદન ગુણઠાણે ૨૮નું એક જ સત્તાસ્થાન હોય છે. મિશ્ર ગુણઠાણે ૨૮, ૨૭, અને ર૪નું સત્તાસ્થાન હોય છે. સમ્યક્ત ગુણઠાણે ૨૮, ૨૪, ૨૩, ૨૨ અને ૨૧નું સત્તાસ્થાન હોય છે. દેશવિરતિ ગુણઠાણે ૨૮, ૨૪, ૨૩, ૨૨ અને ૨૧નું સત્તાસ્થાન હોય છે. પ્રમત્ત ગુફાઠાણે ૨૮, ૨૪, ૨૩, ૨૨ અને ૨૧નું સત્તાસ્થાન હોય છે. અપ્રમત્ત ગુણઠાણે ૨૮, ૨૪, ૨૩, ૨૨ અને ૨૧નું સત્તાસ્થાન હોય છે. અપૂર્વકરણ ગુણઠાણે ઉપશમશ્રેણિમાં ઉપશમસમ્યગૃષ્ટિને ૨૮ અને ૨૪નું સત્તાસ્થાન હોય છે. ઉપશમશ્રેણિમાં ક્ષાયિકસમ્મીને ૨૧નું સત્તાસ્થાન હોય છે અને ક્ષપકશ્રેણિમાં ૨૧નું સત્તાસ્થાન હોય છે. અનિવૃત્તિ ગુણઠાણે ઉપશમશ્રેણિમાં ઉપશમ સમ્યકત્વીને ૨૮ અને ૨૪નું તથા ક્ષાયિક સમ્યકત્વને ૨૧નું સત્તાસ્થાન હોય છે. અને ક્ષપકશ્રેણિમાં ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૫, ૪, ૩, ૨ અને ૧નું સત્તાસ્થાન હોય છે. સૂક્ષ્મસંપરાય ગુણઠાણે ઉપશમશ્રેણિમાં ઉપશમ સમ્યકત્વીને ૨૮ અને ૨૪નું અને ક્ષાયિક સમ્યક્તીને ૨૧નું સત્તાસ્થાન હોય છે. ક્ષપકશ્રેણિમાં ૧નું સત્તાસ્થાન હોય છે. ઉપશાંતમોહ ગુણઠાણે ઉપશમશ્રેણિમાં ઉપશમ સમ્યક્વીને ૨૮ અને ૨૪નું અને ક્ષાયિક સમ્યકત્વને ૨૧નું સત્તાસ્થાન હોય છે.