________________
દા.ત. મનુષ્યગતિમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે ૯૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને ૯૭ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * સાસ્વાદને ૫ પ્રકૃતિનો ઉદય અને ૫ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * મિશ્ર ૯૧ પ્રકૃતિનો ઉદય અને ૯૧ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * સમ્યકત્વે ૯૨ પ્રકૃતિનો ઉદય અને ૯૨ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * દેશવિરતે ૮૩ પ્રકૃતિનો ઉદય અને ૮૩ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * પ્રમત્તે ૮૧ પ્રકૃતિનો ઉદય અને ૮૧ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * અપ્રમત્તે ૭૬ પ્રકૃતિનો ઉદય અને ૭૩ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * અપૂર્વકરણે ૭૨ પ્રકૃતિનો ઉદય અને ૬૯ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * અનિવૃત્તિગુણઠાણે ૬૬ પ્રકૃતિનો ઉદય અને ૬૩ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * સૂક્ષ્મસંઘરાયે-૬૦ પ્રકૃતિનો ઉદય અને પ૭ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * ઉપશાંતમોહે પ૯ પ્રકૃતિનો ઉદય અને પ૬ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * ક્ષણમોહે-પ૭ પ્રકૃતિનો ઉદય અને પ૪ પ્રકૃતિની ઉદીરણા થાય છે. * સયોગીગુણઠાણે. ૪૨ પ્રકૃતિનો ઉદય અને ૩૯ પ્રકૃતિની ઉદીરણા થાય છે.
ચૌદમા ગુણઠાણે મનુષ્યગતિ વગેરે ૧૨ પ્રકૃતિનો ઉદય હોય છે પણ યોગના અભાવે એકે ય પ્રકૃતિની ઉદીરણા થતી નથી.
એ પ્રમાણે, સર્વેમાર્ગણામાં ઉદીરણાસ્વામિત્વ સમજી લેવું. सिरिपेमसूरिगुरुवररज्जे भूवा गहिंदुणह [ २०१९] वासे। वीरांऽकमय जिणद्दे [ २४८९] जावालपुरे समत्तमिमं ॥८४॥
ગાથાર્થ - શ્રી પ્રેમસૂરીશ્વરગુરુવરના સામ્રાજ્યમાં શ્રી મુનિ વીરશેખરવિજયજી મહારાજે વિક્રમ સંવત ૨૦૧૯ અને વીર સંવત ૨૦૮૯ સાલમાં જાવલનગરે ઉદય અને ઉદીરણાસ્વામિત્વની રચના સમાપ્ત કરી છે.
આચાર્ય શ્રી વિજયવીરશેખરસૂરીશ્વરમહારાજા વિરચિત
ઉદય-ઉદીરણાસ્વામિત્વ સમાપ્ત
૧૯૫