________________
* અનાદિકાળથી માંડીને સત્તાવિચ્છેદસ્થાન સુધી સર્વે જીવને જ્ઞાનાવરણીયકર્મની મતિજ્ઞાનાવરણીયાદિ-૫ અને અંતરાયકર્મની દાનાન્તરાયાદિ-પ કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે.
* અનાદિકાળથી માંડીને નવમા ગુણઠાણાના પહેલા ભાગ સુધી સર્વે જીવને દર્શનાવરણીયકર્મની નવ પ્રકૃતિ સત્તામાં હોય છે. ક્ષેપકને નવમા ગુણઠાણાના બીજાભાગથી માંડીને ૧૨માં ગુણઠાણાના દ્વિચરમ સમય સુધી થીણદ્વિત્રિક વિના છ પ્રકૃતિ સત્તામાં હોય છે. અને ૧૨મા ગુણઠાણાના ચરમસમયે નિદ્રાદ્ધિક વિના ચક્ષુદર્શનાવરણીયાદિ-૪ પ્રકૃતિ સત્તામાં હોય છે.
* અનાદિકાળથી માંડીને ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમય સુધી સર્વે જીવને શાતા-અશાતા બન્ને કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. અને અયોગીકેવલીને છેલ્લા સમયે બેમાંથી કોઈપણ એક જ વેદનીયકર્મ સત્તામાં હોય છે.
* અનાદિકાળથી માંડીને ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સર્વે જીવને મોહનીયકર્મની ૨૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. ઉપશમસમ્યક્ત પ્રાપ્ત થયા પછી ૨૬ + મિશ્ર + સ0મો૦ = ૨૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી મિથ્યાદૃષ્ટિજીવ જ્યારે સ0મો ની ઉઠ્ઠલના સત્તામાંથી નાશ) કરે છે ત્યારે ૨૭ પ્રકૃતિ સત્તામાં રહે છે. તેમાંથી મિશ્રમોની ઉલના (સત્તામાંથી નાશ) કરે છે. ત્યારે ૨૬ પ્રકૃતિ સત્તામાં રહે છે.
જ્યારે સમ્યગુદૃષ્ટિ જીવ અનંતાનુબંધી ચતુષ્કની વિસંયોજના અથવા અનંતાનુબંધી ચતુષ્કનો ક્ષય કરે છે. ત્યારે ૨૪ પ્રકૃતિ સત્તામાં રહે છે. તેમાંથી મિથ્યાત્વમોહનીયનો ક્ષય થાય છે ત્યારે ર૩ પ્રકૃતિ સત્તામાં રહે છે. તેમાંથી મિશ્રમોહનીયનો ક્ષય થાય છે ત્યારે ૨૨ પ્રકૃતિ સત્તામાં રહે છે. તેમાંથી સ0મોનો ક્ષય થાય છે ત્યારે ૨૧ પ્રકૃતિ સત્તામાં
૧૯૬