________________
સંજ્ઞીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :
સંશીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :
सणिम्मि विण जिणायव, थावर सुहम चउजाइ साहारं । तेरससयं णवसयं, मिच्छे सम्माइचउवज्जं ॥ ७८ ॥ सासाणे छसयं विण, मिच्छापज्जणिरयाणुपुव्वीहिं । ओघव्व अत्थि दससुं मिस्साईसु गुणठाणेसुं ॥ ७९ ॥
ગાથાર્થ ઃ- સંજ્ઞીમાર્ગણામાં ઓઘે જિનનામ, આતપ, સ્થાવર, સૂક્ષ્મ, જાતિચતુષ્ક અને સાધારણ વિના ૧૧૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે સમ્યક્ત્વાદિ-૪ વર્જીને ૧૦૯ પ્રકૃતિ અને સાસ્વાદને મિથ્યાત્વ, અપર્યાપ્ત, અને નરકાનુપૂર્વી વિના ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિશ્રાદિ દશગુણઠાણે ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું..
૫૩
વિવેચન :- સંજ્ઞીમાર્ગણામાં જિનનામાદિ - ૯ વિના જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૨૮ + આયુ૦૪ + નામ-૫૮ (જિનનામાદિ-૯ વિના) + ગો૦૨ + અંત૦૫ = ૧૧૩ પ્રકૃતિ ઓઘે ઉદયમાં હોય છે.
* સંશીમાર્ગણામાં સંજ્ઞીપંચેન્દ્રિયનો જ સમાવેશ થાય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયનો સમાવેશ થતો નથી. એટલે એકેન્દ્રિયભવને યોગ્ય એકેજાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપનો ઉદય હોતો નથી. તેમજ વિકલેન્દ્રિયભવને યોગ્ય વિકલેન્દ્રિયત્રિકનો ઉદય હોતો નથી.
* સંજ્ઞીને ૧ થી ૧૨ ગુણઠાણા હોય છે અને જિનનામનો (૫૩)ગતિ-૪ + પંચે જાતિ + શરીર-૫ + ઉપાંગ-૩ + સંઘ૦ ૬ + સં૦ ૬ + વર્ણાદિ - ૪ + આનુ૦૪ + વિહા૦૨ = ૩૫ + પ્ર૦૬ [અગુરુલઘુ ૪, નિર્માણ, ઉદ્યોત] + ત્રસ-૧૦ + અપર્યાપ્ત + અસ્થિરષટ્ક
= ૫૮.
૧૮૨