________________
૫૨.
* કેટલાક આચાર્યમ.સા.નાં મતે જે મનુષ્ય ઉપશમશ્રેણીમાં ભવક્ષયે મૃત્યુ પામે છે. તેને મૃત્યુ પછીના પ્રથમ સમયે જ ક્ષયોપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. એટલે વિગ્રહગતિમાં ક્ષયોપશમસમ્યક્ત્વ હોય છે પણ ઉપશમસમ્યક્ત્વ હોતું નથી. તેથી ઉપશમસમ્યક્ત્વ માર્ગણામાં દેવાનુપૂર્વીનો ઉદય હોતો નથી. એટલે ૧૦૦માંથી દેવાનુપૂર્વી બાદ કરતાં ૯૯ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે.
ઉપશમસમ્યગ્દૃષ્ટિ જીવ લબ્ધિ ફોરવતો નથી. એટલે આહારકદ્વિકનો ઉદય ન હોય.
ઉપશમસમ્યક્ત્વ ૪ થી ૧૧ ગુણઠાણા સુધી જ હોય છે અને જિનનામનો ઉદય ૧૩મે ગુણઠાણે હોય છે. તેથી ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં જિનનામનો ઉદય ન હોય. ઉપશમસમ્યક્ત્વમાં ૪ થી ૧૧ ગુણઠાણે ઉદયસ્વામિત્વ ઃ
(૪) સમ્યક્ત્વ ઓઘની જેમ ૧૦૦પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૫) દેશિવરતિગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૮૭માંથી સ૦મો૦ વિના ૮૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૬) પ્રમત્તગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૮ ૧માંથી સમો અને આહારકદ્વિક વિના ૭૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૭) અપ્રમત્તગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૭૬માંથી સમો વિના ૭૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
૮ થી ૧૧ ગુણઠાણા સુધી કર્મસ્તવની જેમ ઉદયસ્વામિત્વ જાણવું... સમ્યક્ત્વમાર્ગણા સમાપ્ત :
:
(५२) जो उवसमसम्मद्दिट्ठी उवसमसेढीए कालं करेइ सो पढमसमये चेव सम्मत्त पुंजं उदयावलियाए, छोढूण सम्मत्तपुग्गले वेएइ, तेण न उवसमसम्मद्दिट्ठी अपज्जत्तगो જન્મઙ્ગ। [પાંચમાં કર્મગ્રન્થની બૃહચૂર્ણી]
૧૮૧