________________
ગાથાર્થ :- ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં અવિરતસમ્યગ્દષ્ટિ વગેરે ૮ ગુણઠાણે ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ વિશેષ એ છે કે, અવિરતસમ્યગ્દૃષ્ટિ વગેરે ચા૨ગુણઠાણે સમોનો ઉદય હોતો નથી. ચોથે ગુણઠાણે ત્રણ આનુપૂર્વીનો ઉદય હોતો નથી અને છટ્ટે ગુણઠાણે આહારકદ્ધિકનો ઉદય હોતો નથી.
વિવેચન : - ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઓધે દર્શનસપ્તક, જાતિચતુષ્ક, આતપ, સ્થાવરચતુષ્ક, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, નરકાનુપૂર્વી, આહારકદ્રિક અને જિનનામ.... એ ૨૨ વિના ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઓથે શા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૨૧ + આયુ૦૪ + નામ-૫૨ [જાતિચતુષ્કાદિ-૧૫ વિના] + ગો૦૨ + અંત૦૫ ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ★ ઉપશમસમ્યક્ત્વ પર્યાપ્તા સંશી પંચેન્દ્રિય જીવોને જ પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય કે અસંજ્ઞીને પ્રાપ્ત થતું નથી. તેથી ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં જાતિચતુ, આતપ, અને સ્થાવરચતુષ્પનો ઉદય હોતો નથી.
=
* ઉપશમસમ્યક્ત્વ-૨ પ્રકારે છે. (૧) ગ્રંથિભેદજન્યઉપશમ સમ્યક્ત્વ (૨) શ્રેણિગતઉપશમસમ્યક્ત્વ..... તેમાંથી ગ્રંથિભેદજન્યઉપશમસમ્યક્ત્વી મરણ પામતો નથી. પણ શ્રેણીગત ઉપશમસમ્યક્ત્વી મરણ પામી શકે છે અને તે નિયમા વૈમાનિકદેવમાં ઉત્પન્ન થાય છે. તેથી ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં દેવાનુપૂર્વીનો જ ઉદય હોય છે. નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વીનો ઉદય હોતો
નથી..
૧૮૦