________________
+ મનુષ્યાયુ નામ-૩૯ [૩૭ + આહારકદ્ધિક =૩૯] + ઉચ્ચગોત્રમ અંત૦૫ = ૭૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* પાંચ ભવ કરનાર ક્ષાયિકસમ્યક્વીને ૭૫ + ૫ =૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૭) અપ્રમત્તગુણઠાણે કર્મસ્તવમાં કહ્યા મુજબ ૭૬ પ્રકૃતિમાંથી સ0મો૦ અને છેલ્લા પાંચ સંઘયણ વિના ૭૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* પાંચ ભવ કરનારા ક્ષાયિકસમ્યત્વીને ૭૦ + છેલ્લા પાંચ સંઘયણ-૭૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* અપ્રમત્તગુણઠાણે સીમોઅને છેલ્લા ત્રણ સંઘયણનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે અપૂર્વકરણાદિ-૪ ગુણઠાણે પહેલા ત્રણ સંઘયણનો ઉદય હોય છે તેમાંથી ક્ષાયિકસમ્યકત્વીને બીજા-ત્રીજા સંઘયણનો ઉદય હોતો નથી. એટલે ક્ષાયિકસમ્યક્તમાર્ગણામાં ૮ થી ૧૧ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં જે ગુણઠાણે જેટલી પ્રકૃતિ ઉદયમાં કહી છે. તેમાંથી બીજા સંઘયણ અને ત્રીજા સંઘયણ બાદ કરવાથી અપૂર્વકરણ-૭૨ને બદલે ૭૦, અનિવૃત્તિગુણઠાણે ૬૬ને બદલે ૬૪, સૂક્ષ્મસંપાયે ૬૦ને બદલે ૫૮ અને ઉપશાંતમોહે પ૯ ને બદલે પ૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૧૨ થી ૧૪ ગુણઠાણે કર્મસ્તવની જેમ ઉદયસ્વામિત્વ જાણવું... ઉપશમસમ્યકત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :ઉપશમસમ્યકત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :ओघव्व उवसमे अड, अजयाई णवरि चउसु सम्मणा । अजए ण तिअणुपुव्वी, आहारदुगं वि ण य छठे ॥ ७७ ॥
૧૭૯