________________
છે. તેથી સમ્યગ્દૃષ્ટિ તિર્યંચ-મનુષ્યો અશુભલેશ્યામાં મરણ પામીને, દેવમાં ઉત્પન્ન થઇ શકતા નથી. તેથી કૃષ્ણાદિ - ત્રણ લેશ્યામાં સમ્યક્ત્વગુણઠાણે દેવાનુપૂર્વીનો ઉદય સંભવતો નથી.
TE
* ક્ષાયિકસમ્યક્ત્વી કે મૃતકરણ ક્ષયોપશમસમ્યક્ત્વી મનુષ્ય ૧થી ૩ નરકમાં જ ઉત્પન્ન થઇ શકે છે. ત્યાં કાપોતલેશ્યા હોય છે. કૃષ્ણ અને નીલ લેશ્યા હોતી નથી. તેથી કાપોતલેશ્યામાં સમ્યક્ત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય સંભવે છે પણ કૃષ્ણ-નીલ લેશ્યામાં સમ્યક્ત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય સંભવતો નથી.
* કૃષ્ણાદિ-૩ લેશ્યાવાળા જીવો દેશવિરતિ કે સર્વવિરતિ ગુણઠાણાને પ્રાપ્ત કરી શકતા નથી પણ દેશવિરતિ કે સર્વવિરતિ ગુણઠાણાને પ્રાપ્ત કર્યા પછી કૃષ્ણાદિ અશુભ લેશ્મા આવી જાય છે. તે વખતે દેશવિરતિ કે સર્વવિરતિ ગુણઠાણુ ચાલ્યું જતુ નથી. એટલે પૂર્વપ્રાપ્તિની અપેક્ષાએ કૃષ્ણાદિ-ત્રણ લેશ્યામાં ૧ થી ૬ ગુણઠાણા સંભવે છે. તેથી જિનનામ વિના ઓઘે -૧૨૧, મિથ્યાત્વે સાસ્વાદને-૧૧૧, મિશ્રે-૧૦૦, સમ્યક્ત્વગુણઠાણે સિદ્ધાંતના મતે ૧૦૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. કર્મગ્રન્થનાં મતે કૃષ્ણ-નીલ લેશ્યામાં ૧૦૪માંથી દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વી વિના ૧૦૨ અને કાપોત લેશ્યામાં ૧૦૪માંથી દેવાનુપૂર્વી વિના ૧૦૩, દેશવિરતિગુણઠાણે ૮૭ અને પ્રમત્તે ૮૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
૧૧૭,
૪૭
-
(૪૬) પહેલી અને બીજી નરકમાં સર્વ નારકોને કાપોતલેશ્યા જ હોય છે. ત્રીજી નરકમાં સાધિક-૩ સાગરોપમ સુધીના આયુષ્યવાળાનારકને કાપોત લેશ્યા હોય છે તેનાથી અધિક આયુષ્યવાળા નારકને નીલલેશ્યા હોય છે. ચોથી નરકમાં સર્વને નીલલેશ્યા હોય છે. પાંચમી નરકમાં સાધિક ૧૦ સાગરોપમ સુધીના આયુષ્યવાળા નારકને નીલ લેશ્યા હોય છે. તેના કરતાં અધિક આયુષ્યવાળા નારકને કૃષ્ણ લેશ્યા હોય છે અને છઠ્ઠી-સાતમી નરકમાં સર્વને કૃષ્ણલેશ્યા જ હોય છે.
(૪૭) ચોથાકર્મગ્રન્થની ગાથાનં. ૨૫માં અશુભલેશ્યાત્રિકમાં આહારકકાયયોગ માનવામાં આવ્યો છે. તેથી કૃષ્ણાદિ-૩ લેશ્યામાં છટ્ઠાગુણઠાણે આહારકદ્ધિકનો ઉદય સંભવેછે.
૧૭૦