________________
કે કૃતકરણ યોપશમસમ્યફ્તી મનુષ્ય કૃષ્ણાદિ-૩ વેશ્યા લઈને યુગલિક તિર્યંચમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી કૃષ્ણાદિ-ત્રણ લેશ્યામાં સમ્યત્વગુણઠાણે ચારે આનુપૂર્વીનો ઉદય સંભવે છે.
* કર્મગ્રંથના મતે - ઓધે-૧૧૯, મિથ્યાત્વે-૧૧૭, સાસ્વાદને૧૧૧ અને મિએ-૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
સમ્યત્વે કૃષ્ણ-નીલ ગ્લેશ્યામાં ૧૦૪માંથી દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વી વિના ૧૦૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને કાપોતલેશ્યામાં ૧૦૪માંથી દેવાનુપૂર્વી વિના ૧૦૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* કર્મગ્રન્થનાં મતે - ૧ થી ૬ નરક કે ભવનપત્યાદિક દેવમાંથી નીકળેલો અશુભલેશ્યાવાળો જીવ સમ્યકત્વ સહિત મનુષ્યમાં ઉત્પન્ન થાય છે અને ક્ષાયિકસમ્યત્વી કે કૃતકરણક્ષયોપશમ સમ્યકત્વી મનુષ્ય અશુભલેશ્યામાં મરણ પામીને યુગલિકતિર્યંચમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી કૃષ્ણાદિ ત્રણ લેગ્યામાં સમ્યકત્વગુણઠાણે મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વીનો ઉદય સંભવે છે.
* કર્મગ્રંથનાં મતે - (૧) સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો નિયમ વૈમાનિકદેવમાં જ ઉત્પન્ન થાય છે. ભવનપત્યાદિ ત્રણમાં ઉત્પન્ન થતા નથી અને (૨) જીવ જે લેગ્યામાં મરણ પામે છે તે જ લેશ્યા લઈને પરભવમાં ઉત્પન્ન થાય છે. એ શાસ્ત્રાનુસારે જો સમ્યગદષ્ટિ તિર્યંચમનુષ્યો અશુભલેશ્યામાં મરણ પામે, તો તેને અશુભ લેશ્યા લઈને ભવનપતિ કે વ્યંતરમાં ઉત્પન્ન થવું પડે. તેથી પહેલા નિયમમાં વાંધો આવે છે. અને જો સમ્યગુદૃષ્ટિ તિર્યચ-મનુષ્યો પહેલા નિયમ મુજબ વૈમાનિકદેવમાં ઉત્પન્ન થાય તો, તે બીજા નિયમ પ્રમાણે શુભ લેગ્યામાં મરણ પામીને શુભ લેગ્યામાં ઉત્પન્ન થઈ શકે છે પણ અશુભલેશ્યામાં મરણ પામીને, શુભ લેક્ષામાં ઉત્પન્ન થઈ શકતા નથી. કારણ કે અશુભલેશ્યામાં દેવાયુ બાંધીને, જો શુભ લેગ્યામાં ઉત્પન્ન થાય તો, બીજા નિયમમાં વાંધો આવે
૧૬૯