________________
અંત૭૫ =૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૩થી૧૨ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યાં મુજબ ઉદયસ્વામિત્વ જાણવું.
- દર્શનમાર્ગણા સમાપ્ત - કૃષ્ણાદિ ત્રણલેશ્યામાં ઉદયસ્વામિત્વ :અશુભલેશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વ :ओघव्व कुलेसासुं, सिद्धतेऽण्णह ण किण्हणीलासुं । दो अणुपुव्वी सम्मे, सुराणुपुव्वी ण काऊए ॥ ६९ ॥
ગાથાર્થ :- સિદ્ધાંતના મતે કૃષ્ણાદિ-ત્રણ અશુભલેશ્યામાં ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું અને કર્મગ્રંથના મતે કૃષ્ણ-નીલ લેશ્યામાં સમ્યકત્વગુણઠાણે બે આનુપૂર્વી [દેવાનુપૂર્વી, નરકનુપૂર્વી] નો ઉદય હોતો નથી અને કાપોતલેશ્યામાં દેવાનુપૂર્વનો ઉદય હોતો નથી.
વિવેચન - કૃષ્ણાદિ – ત્રણ લેગ્યામાં ઓથે આહારકદ્ધિક અને જિનનામ વિના જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૮+ આયુ૦૪+ નામ-૬૪ + ગો૦૨ + અંત૨૫ = ૧૧૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
સિદ્ધાંતના મતે - કર્મસ્તવમાં કહ્યાં મુજબ મિથ્યાત્વે - ૧૧૭, સાસ્વાદને -૧૧૧, મિશ્ન-૧૦૦ અને સભ્યત્વે ૧૦૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* સિદ્ધાંતનાં મતે - જીવ ક્ષયોપશમસમ્યકત્વ લઇને ૧ થી ૬ નરકમાં અને ભવનપત્યાદિક દેવમાં ઉત્પન્ન થઈ શકે છે. તેમજ ૧ થી ૬ નરકમાંથી અને ભવનપત્યાદિક દેવમાંથી નીકળેલો જીવ સમ્યકત્વ સહિત મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે અને ક્ષાયિકસમ્યકત્વી
હાલ છે.
૧૬૮