________________
ગાથાર્થ - કર્મસ્તવમાં છટ્ટે ગુણઠાણે ઉદયમાં ૮૧ પ્રકૃતિ કહી છે. તેમાંથી સ્ત્રીવેદ, આહારકદ્ધિક અને પાંચ સંઘયણ વિના ૭૩ પ્રકૃતિ પરિહારવિશુદ્ધિચારિત્રમાં પ્રમત્તે ઉદયમાં હોય છે. અને તેમાંથી થીણદ્વિત્રિક વર્જીને ૭૦ પ્રકૃતિ અપ્રમત્તે ઉદયમાં હોય છે.
વિવેચન :- પરિહારવિશુદ્ધિચારિત્ર માર્ગણામાં છઠું અને સાતમું ગુણઠાણું હોય છે. ત્યાં ઓથે અને છઠ્ઠા ગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૮૧ પ્રકૃતિમાંથી સ્ત્રીવેદ વગેરે - ૮ વિના જ્ઞા૦૫ + દ ૯ + વે૦૨+ મોહ૦૧૩ [પહેલા-૧૨ કષાય, મિથ્યા), મિશ્ર, સ્ત્રીવેદ વિના]+ મનુષ્યાય + નામ-૩૭+ ઉચ્ચગોત્ર + અંત૦૫ = ૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અપ્રમત્તે-૭૩માંથી થીણદ્વિત્રિક વિના ૭૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* જે પ્રમત્તસંયમી કાંઈક ન્યૂન દશપૂર્વધર હોય છે. તે પરિહારવિશુદ્ધિચારિત્રને ગ્રહણ કરી શકે છે. સ્ત્રીઓ પ્રમત્ત સંયમી હોય છે પણ પૂર્વનો અભ્યાસ ન હોવાથી પરિહારવિશુદ્ધિચારિત્રને પ્રાપ્ત કરી શકતી નથી. તેથી આ માર્ગણામાં સ્ત્રીવેદનો ઉદય સંભવતો નથી.
* પરિહારવિશુદ્ધિચારિત્રવાળા જીવો સંપૂર્ણ ચૌદપૂર્વધર ન હોવાથી આહારકશરીર બનાવી શકતા નથી. તેથી આ માર્ગણામાં આહારકદ્ધિકનો ઉદય હોતો નથી.
* પ્રથમ સંઘયણવાળા જીવો જ પરિહારવિશુદ્ધિચારિત્રને ગ્રહણ કરી શકે છે. તેથી આ માર્ગણામાં ઋષભનારાચાદિ પાંચ સંઘયણનો ઉદય હોતો નથી.
- સંયમમાર્ગણા સમાપ્ત -
(૪૨)મનુષ્યગતિ પંચે જાતિ + શરીર-૩ [ઓ૦, તૈ૦, કાળ] + અં૦ + પ્રથમ
સંઘયણ + સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + વિહા-૨ = ૧૯પ્ર૦૫ [અગુ9૪, નિર્માણ] + ત્રણ-૧૦ + અસ્થિર + અશુભ + દુઃસ્વર = ૩૭.
૧૬૫