________________
[અવિગ્રહ]થી ઉત્પન્ન થાય છે. વિગ્રહગતિમાં તિર્યંચ અને મનુષ્યને વિર્ભાગજ્ઞાનનો નિષેધ છે. કારણ કે વિર્ભાગજ્ઞાની તિર્યચપંચેન્દ્રિય અને મનુષ્યો આહારક હોય છે. અણાહારી હોતા નથી. તેથી સિદ્ધાંતના મતે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વીનો ઉદય સંભવતો નથી.
* છઠ્ઠાકર્મગ્રંથમાં વિર્ભાગજ્ઞાન માર્ગણાના સંવેધમાં તિર્યંચમનુષ્યને ૨૧ ના ઉદયના ઉદયભાંગા બતાવેલા હોવાથી, તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વીનો ઉદય સંભવે છે. તેથી ૧૦૭ + મનુષ્યાનુપૂર્વી + તિર્યંચાનુપૂર્વી = ૧૦૯ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે. વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ૧થી ૩ ગુણઠાણે ઉદયસ્વામિત્વ -
(૧) મિથ્યાત્વે ૧૦૭માંથી મિશ્રમોહનીય વિના ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દ૦૯ + વે૦૨ + મોહ૦૨૫ [૨૬ માંથી મિથ્યા વિના] + આયુ૦૪ + નામ- પર [૫૩માંથી નરકાનુપૂર્વી વિના] + ગો૦૨ + અંત૦૫ = ૧૦૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
કે કોઈપણ જીવ સાસ્વાદનગુણઠાણું લઈને નરકમાં જતો નથી. તેથી સાસ્વાદનગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી. (૩) મિશ્ન ઓઘની જેમ ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
- જ્ઞાનમાર્ગણા સમાપ્ત - પરિહારવિશુદ્ધિચારિત્રમાં ઉદયસ્વામિત્વ -
પરિહારવિશુદ્ધિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :परिहारे छठे विण, थीआहारदुगपंचसंघयणा । छट्ठोहो अपमत्ते, सयरी थीणद्धितिगवजा ॥ ६६ ॥
૧૬૪