________________
નપુંસકવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :નપુંસકવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :
सोलसजुअसयपयडी णपुमे थीपुरिससुरतिगजिणूणा । मिच्छे दुवालससयं, सम्माहारदुगमीसूणा ॥ ६१ ॥ छजुअसयं मिच्छायव - नारयअणुपुव्विसुहमतिग वज्जा । बीए मीसे चउअण - जाइदुअणुपुव्विथावरुणाऽत्थि ॥ ६२ ॥ मीस सहिया छणवई, ससम्मणिरयाणुपुव्विमीसूणा । સમ્મિ સત્તાવર્ડ, પળવેસાસુ સવ્વ ॥ ૬૩ ॥
ગાથાર્થ :- નપુંસકવેદ માર્ગણામાં સ્ત્રીવેદ, પુરુષવેદ, દેવત્રિક અને જનનામ વિના ૧૧૬ પ્રકૃતિ ઓઘે ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે સમો૦, આહારકદ્ધિક, મિશ્રમો વિના ૧૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય, આતપ, નરકાનુપૂર્વી અને સૂક્ષ્મત્રિક વિના ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિશ્રગુણઠાણે અનંતા૦૪, જાતિચતુષ્ક, બે આનુપૂર્વી અને સ્થાવર એ-૧૧ પ્રકૃતિ ઓછી કરીને, મિશ્રમોહનીય ઉમેરતાં ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સમ્યક્ત્વગુણઠાણે મિશ્રમોહનીય બાદ કરીને, સમો૦ અને નરકાનુપૂર્વી ઉમેરતાં ૯૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. દેશિવરિત વગેરે પાંચગુણઠાણે પુરુષવેદની જેમ ઉદયસ્વામિત્વ જાણવું...
વિવેચન :- નપુંસકવેદ માર્ગણામાં ઓઘે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૬ [૨૮માંથી સ્ત્રીવેદ, પુ.વેદ વિના] + આયુ૦૩ [દવાયુ વિના] + નામ - ૬૪ [દેવદ્ધિક, જિનવિના] + ગો૦૨+ અંત૦૫ =૧૧૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* દેવો સ્ત્રીવેદી કે પુરુષવેદી જ હોય છે, નપુંસકવેદી ન હોય. તેથી નપુંસકવેદમાર્ગણામાં દેવત્રિકનો ઉદય હોતો નથી.
૧૫૭