________________
ગાથાર્થ - સ્ત્રીવેદમાર્ગણામાં પુરુષવેદની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ વિશેષ એ છે કે, ઓધે અને છઠ્ઠાગુણઠાણે આહારકદ્ધિક વિના ક્રમશઃ ૧૦૫ અને ૭૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તથા સમ્યક્ત ગુણઠાણે આનુપૂર્વી વિના ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
વિવેચન - સ્ત્રીવેદમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી પુરુષવેદ, નપુંસકવેદ, નરકત્રિક, સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક, આતપ, આહારકલિક અને જિનનામ એમ કુલ ૧૭ વિના ૧૦૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
સ્ત્રીવેદમાર્ગણામાં ઓથે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૨૬ [પુ.વેદ-નપું.વેદ વિના] + આયુ૦૩ નિરકાયું વિના] + નામ૦૫૩ [નરકગત્યાદિ ૧૪ વિના]+ ગોર + અંત૦૫ = ૧૦૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* પ્રમત્તસંયમી સાધ્વીજી ભગવંતને આહારકલબ્ધિ અને પૂર્વના અભ્યાસનો નિષેધ હોવાથી આહારકદ્ધિકનો ઉદય હોતો નથી. સ્ત્રીવેદ માર્ગણામાં ૧થી ૯ ગુણઠાણે ઉદયસ્વામિત્વ :
સ્ત્રીવેદમાર્ગણામાં પુરુષવેદની જેમ મિથ્યાત્વે-૧૦૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદને-૧૦૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને મિશે-૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૪) સમ્યત્વગુણઠાણે પુરુષવેદમાં કહ્યાં મુજબ ૯૯ પ્રકૃતિમાંથી ત્રણ આનુપૂર્વી વિના ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૩૫) ગતિ-૩ મિનુ, તિવ, દેવ]+ પંચેઅજાતિ + શ૦૪, [ઔ૦, વૈ૦, તૈ૦, કાળ]
+ ઉપાંગ-૨ [ઔ૦ અં૦, વૈ૦ અંa] + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + આનુપૂર્વી-૩ + વિહા૦૨ = ૩૧ + પ્રવ૬[અગુરુલઘુ-૪, નિર્માણ, ઉદ્યોત]+ ત્રસાદિ-૧૦ + અસ્થિરષક = ૫૩.
૧૫૫