________________
૩૨
નામ-૨૧ + ઉચ્ચગોત્ર =૨૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
:- યોગમાર્ગણા સમાપ્ત ઃ
પુરુષવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :પુરુષવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :वेअजुगलणारयतिग, थावरजाइचउगायव जिणूणा । सत्तजुअसयं पुरिसे, मिच्छे सम्माइचउवज्जा ॥ ५७ ॥ मिच्छत्तमोहवज्जा, दुसयं सासायणम्मि अणुपुव्वी । पढमकसाया य विणा, मीसजुआ छणवई मी ॥ ५८ ॥ मीसूणा णवणवई, सम्मम्मि तिआणुपुव्विसम्मजुआ । ओघव्व दुवेऊणा, देसाईसु गुणठाणेसुं ॥ ५९ ॥
ગાથાર્થ :- પુરુષવેદમાર્ગણામાં વેદયુગલ [સ્ત્રીવેદ-નપુંવેદ], નરકત્રિક, સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ય, આતપ અને જિનનામ..... એ ૧૫ વિના ૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે સમ્યક્ત્વમોહનીયાદિ [સમો, મિશ્રમો,આહાદ્વિક] -૪ વિના ૧૦૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે, સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય વર્જીને ૧૦૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે, મિશ્રગુણઠાણે પહેલા કષાય [અનંતા૦૪] અને આનુપૂર્વત્રિક કાઢીને, મિશ્રમોહનીય યુક્ત કરતાં ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સમ્યક્ત્વગુણઠાણે મિશ્રમોહનીય કાઢીને, ત્રણ આનુપૂર્વી અને સમો૦ યુકત કરતાં ૯૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને દેશવિરત વગેરે ગુણઠાણામાં બે વેદ ઓછા કરીને, ઓઘની જેમ ઉદયસ્વામિત્વ કહેવું...
(૩૨) મનુષ્યગતિ + પંચેટજાતિ + શ૨ી૨-૨ [â૦, કા૦] + વર્ણાદિ-૪=૮ + પ્ર૦ ૩ [અગુરુલઘુ, નિર્માણ, જિનનામ] + ત્રસ-૮ [ત્રસત્રિક, સ્થિરત્રિક, આદેયદ્ઘિક] + અસ્થિર + અશુભ = ૨૧.
૧૫૨