________________
- ર૯ + ઉચ્ચગોત્ર + અંતo૫ = ૬૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* જે આહારકલબ્ધિધારી ચૌદપૂર્વધર પ્રમત્ત સંયમી મહાત્મા આહારકશરીર બનાવે છે, તે પુરુષવેદી કે નપુંસકવેદી હોય છે પણ સ્ત્રીવેદી ન હોય. કારણકે સાધ્વીજી મહારાજને આહારકલબ્ધિ અને પૂર્વના અભ્યાસનો નિષેધ હોવાથી, આહારકશરીર બનાવી શકતા નથી. તેથી આહારકકાયયોગમાર્ગણામાં સ્ત્રીવેદનો ઉદય હોતો નથી.
* ઔદારિકાયયોગ માર્ગણામાં કહ્યાં મુજબ જ્યારે આહારક શરીરનો ઉદય હોય છે ત્યારે દારિકશરીર હોવા છતાં ઔદારિકશરીર નામકર્મનો ઉદય માનેલો નથી. તેથી આહારકકાયયોગ માર્ગણામાં ઔદારિકદ્વિકનો ઉદય હોતો નથી.
* આહારકશરીરમાં હાડકા હોતા નથી. તેથી સંઘયણ ન હોય.
* આહારકશરીર શ્રેષ્ઠ હોવાથી પરાવર્તમાન શુભપ્રકૃતિ જ ઉદયમાં હોય છે. તેથી સમચતુરસની પ્રતિપક્ષી ન્યગ્રોધાદિ-૫ સંસ્થાન, શુભવિહાયોગતિની પ્રતિપક્ષી અશુભવિહાયોગતિ અને સુસ્વરની પ્રતિપક્ષી દુઃસ્વર...... એ - ૭ પ્રકૃતિ ઉદયમાં હોતી નથી.
* પ્રમત્તસંયતમુનિ જ્યારે આહારકશરીર બનાવે છે ત્યારે શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઉદ્યોતનો ઉદય થાય છે. પણ અહીં ભવધારણીય શરીરમાં રહેલા ઉદ્યોતના ઉદયની વિવક્ષા કરેલી હોવાથી, આહારકડાયયોગ માર્ગણામાં ઉદ્યોતનો ઉદય કહ્યો નથી. (૬) આહારકમિશ્રયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વઃ
આહારકકાયયોગમાર્ગણામાં ઉદયયોગ્ય ૬૨ પ્રકૃતિ કહી છે. (૨૯)મનુષ્યગતિ પંચ૦જાતિ શ૦૩ [આહા), તૈ૦, કા૦] + આહા)અંગો૦
+ પ્રથમસંસ્થાન + વર્ણાદિ-૪ + શુભવિહા૦ = ૧૨ + પ્ર૦૫[અગુરૂ) ૪, નિર્માણ]+ ત્રસાદિ-૧૦ + અસ્થિર + અશુભ = ૨૯
૧૪૮