________________
મતાંતરે ૭૧+ નિદ્રાદ્વિકાદિ-૮ = ૭૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * સમ્યગ્દષ્ટિ જીવ ચોથું ગુણઠાણુ લઇને નરકમાં જઇ શકે છે. તેથી અપર્યાપ્તાવસ્થામાં વૈક્રિયમિશ્રકાયયોગીને ચોથેગુણઠાણે નકાયુષ્યાદિ-૫ પ્રકૃતિનો ઉદય હોય છે.
* સમ્યગ્દષ્ટિ જીવ નરકમાં નપુંસકવેદે જ ઉત્પન્ન થાય છે. અને દેવમાં પુરુષવેદે જ ઉત્પન્ન થાય છે, સ્ત્રીવેદે ઉત્પન્ન ન થાય. તેથી વૈક્રિયમિશ્રયોગમાર્ગણામાં સમ્યક્ત્વગુણઠાણે વેદનો ઉદય હોતો નથી.
(૫) આહારકકાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વઃઆહારકઢિકમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :
श्रीणद्धिति उरलदुग थीआगिइपणगसंघयण छक्कं । अपसत्थासरखगई, विणोह छठ्ठगुणठाणसमा ॥ ५१ ॥ आहारकायजोगे बासट्टी तस्स मीस जोगम्मि । परघाऊसासखगइ सरनिद्दूणा छवण्णाओ ॥ ५२ ॥
ગાથાર્થ :- ઓધે [કર્મસ્તવમાં] છટ્ઠા ગુણઠાણે ઉદયમાં ૮૧ પ્રકૃતિ કહી છે. તેમાંથી થીણદ્વિત્રિક, ઔદારિકદ્ધિક, સ્ત્રીવેદ, પહેલા સિવાયના પાંચ સંસ્થાન, છસંઘયણ, દુઃસ્વર અને અશુભવિહાયોગતિ એમ કુલ ૧૯ વિના ૬૨ પ્રકૃતિનો ઉદય આહારકકાયયોગ માર્ગણામાં હોય છે. તેમાંથી પરાઘાત, ઉચ્છ્વાસ, શુભવિહાયોગતિ, સુસ્વર અને નિદ્રાદ્ધિક.... એ ૬ વિના પ૬ પ્રકૃતિનો ઉદય આહારકમિશ્રયોગમાં હોય છે.
વિવેચન :- કર્મસ્તવમાં છટ્ઠાગુણઠાણે ઉદયમાં ૮૧ પ્રકૃતિ કહી છે. તેમાંથી થીણદ્ધિત્રિકાદિ-૧૯ પ્રકૃતિ વિના આહારકકાયયોગમાર્ગણામાં પ્રમત્તે અને અપ્રમત્તે જ્ઞાના૦૫ + ૪૦૬ + વે૦૨ + મોહ૦૧૩ [૧૨ કષાય, સ્ત્રીવેદ, મિશ્ર, મિથ્યાત્વ વિના] + મનુષ્યાયુ + નામ
૧૪૭