________________
તિર્યંચ-મનુષ્યને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી [મતાંતરે શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી] ઔદારિકકાયયોગ હોય છે. એટલે વિગ્રહગતિમાં ઔદારિકકાયયોગ હોતો નથી. તેથી ઔદારિકકાયયોગમાર્ગણામાં મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વીનો ઉદય હોતો નથી.
* સર્વે લબ્ધિ-અપર્યાપ્તા જીવો સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલાં જ મૃત્યુ પામતા હોવાથી, તેને ઔદારિકકાયયોગ હોતો નથી. તેથી ઔદારિકકાયયોગ માર્ગણામાં અપર્યાપ્તનામકર્મનો ઉદય હોતો નથી.
ઔદારિકકાયયોગ માર્ગણામાં ૧ થી ૧૩ ગુણઠાણે ઉદયસ્વામિત્વ :(૧) મિથ્યાત્વગુણઠાણે શાના૦૫ + ૯ + વે૦૨ + મોહ૦ ૨૬ [૨૮માંથી મિશ્રમો અને સમો૦ વિના] + આયુ૦૨ [મનુઆયુ, તિર્યંચાયુ] + નામ-૫૫ [૫૬માંથી જિન૦ વિના] + ગો૦૨ + અંત૦૫ = ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૨) સાસ્વાદનગુણઠાણે શાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વ વિના] + આયુ૦૨ + નામ-૪૭ [૫૫માંથી જાતિચતુષ્ક, આતપ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ વિના] + ગો૦૨ + અંત૦૫ = ૯૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* ઔદારિકકાયયોગ પર્યાપ્તાવસ્થામાં જ હોય છે અને એકેન્દ્રિયવિકલેન્દ્રિયને સાસ્વાદનગુણઠાણુ શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ હોય છે. તેથી જ્યારે એકેન્દ્રિય-વિકલેન્દ્રિયને સાસ્વાદનગુણઠાણુ હોય છે ત્યારે ઔદારિકકાયયોગ હોતો નથી. એટલે ઔદારિકકાયયોગમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે જાતિચતુષ્ક અને સ્થાવરનો ઉદય હોતો નથી.
(૩) મિશ્રગુણઠાણે જ્ઞાના૦૫ + દ૦૯ + વે૦૨ + મોહ૦૨૨ [૨૫માંથી અનંતા૦૪ કાઢીને, મિશ્રમો ઉમેરવી] + આ૦૨ + નામ૪૭ + ગો૦૨ + અંત૦૫ = ૯૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
૧૩૭