________________
* કર્મગ્રંથના મતે ક્ષયોપશમસમ્યક્ત્વી તિર્યંચ-મનુષ્યો નિયમા વૈમાનિકદેવમાં જ ઉત્પન્ન થાય છે. અને ચારે નિકાયના ક્ષયોપશમસમ્યગ્દૃષ્ટિ દેવો અને નારકો સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. તેથી ક્ષયોપશમસમ્યક્ત્વમાર્ગણામાં દેવાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વીનો જ ઉદય હોય છે.
★ સિદ્ધાંતના મતે લબ્ધિ-પર્યાપ્તા ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ સંશી તિર્યંચમાં, મનુષ્યમાં, ભવનપત્યાદિક ચારે નિકાયના દેવમાં અને ૧ થી ૬ નરકમાં જઇ શકે છે. તેથી ક્ષયોપશમસમ્યક્ત્વમાર્ગણામાં ચારે આનુપૂર્વીનો ઉદય સંભવે છે.
એ પ્રમાણે, કાયયોગાદિ-૨૩ માર્ગણામાં ઉદયસ્વામિત્વ કહ્યું. ઔદારિકકાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ ઃ
(૧)
ઔદારિકકાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :
ओराले विडवट्ठग- आहारणुपुव्विदुग अपज्जूणा । णव जुत्तसयं मिच्छे, छसयं सम्माइतिगहीणो ॥ ४१ ॥
मिच्छ चउजाइ आयव, साहारण थावर दुगूणा ।
साणे सगणवई चउ णवई, मीसे समीस अणहीणा ॥ ४२॥ मीसं विणा ससम्मा, सम्मे ओघव्व सेस गुणणवगे । वरि पत्ते आहारदुगाभावाउ णवसयरी ॥ ४३॥
ગાથાર્થ :- ઔદારિકકાયયોગમાર્ગણામાં ઓઘે વૈક્રિયાષ્ટક, આહારકદ્ધિક, આનુપૂર્વાદ્ધિક અને અપર્યાપ્તનામકર્મ વિના ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે સમો, મિશ્રમો અને જિનનામ વિના ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વ, જાતિચતુષ્ટ, આતપ, સાધારણ, સ્થાવરદ્ધિક વિના ૯૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિશ્ર અનંતાનુબંધી ચતુષ્ક કાઢીને, મિશ્રમોહનીય ઉમેરતાં ૯૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સમ્યક્ત્વ મિશ્રમો૦ કાઢીને, સમો
૧૩૫