________________
મોહ૦૨૮ + આ૦૪ + નામ-૬૪ (૬૭માંથી આહારકદ્વિક-જિનનામ વિના) + ગો૦૨ + અંત૦૫ = ૧૧૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. કર્મસ્તવમાં કહ્યાં મુજબ મિથ્યાત્વે-૧૧૭, સાસ્વાદને -૧૧૧, મિશ્રે-૧૦૦ અને સમ્યક્ત્વ -૧૦૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અચક્ષુદર્શનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :
અચક્ષુદર્શનમાર્ગણામાં ઓથે જ્ઞાના૦૫ + દ૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + આ૦૪ + નામ-૬૬ (૬૭માંથી જિનનામ વિના) + ગો૦૨ + અંત૦૫ =૧૨૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
અચક્ષુદર્શન માર્ગણામાં ૧થી ૧૨ ગુણઠાણા હોય છે. ત્યાં કર્મસ્તવમાં કહ્યાં મુજબ મિથ્યાત્વે-૧૧૭, સાસ્વાદને -૧૧૧, મિશ્ર૧૦૦..... એ પ્રમાણે ૧૨મા ગુણઠાણા સુધી ઉદયસ્વામિત્વ જાણવું..... ભવ્યમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :
૧થી૧૪ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યાં મુજબ ઉદયસ્વામિત્વ જાણવું... અભવ્ય માર્ગણામાં ઉદયસ્વામિત્વ ઃ
અભવ્યમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી સમો, મિશ્રમો, જિનનામ અને આહારકદ્ધિક વિના ૧૧૭ પ્રકૃતિ ઓઘે અને મિથ્યાત્વે ઉદયમાં હોય છે. ક્ષયોપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :
ક્ષયોપશમસમ્યક્ત્વમાર્ગણામાં મિથ્યાત્વ, મિશ્ર, અનંતાનુબંધીચતુષ્ક, જાતિચતુષ્ક, આતપ, જિનનામ અને સ્થાવરચતુષ્ક..... એ ૧૬ વિના ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
ક્ષયોપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઓથે જ્ઞા૦૫ + ૬૯ + વે૦૨ + મો૦૨૨ + આ૦૪+ ના૦૫૭+ગો૦૨ + અં૦૫ = ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
કર્મસ્તવમાં કહ્યાં મુજબ સમ્યક્ત્વ-૧૦૪, દેશવિરતિગુણઠાણે૮૭, પ્રમત્તે-૮૧ અને અપ્રમત્તે-૭૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
૧૩૪