________________
માર્ગણાનું ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ બેઈન્દ્રિયજાતિને સ્થાને ક્રમશઃ તે ઇન્દ્રિયજાતિ અને ચઉરિન્દ્રિયજાતિનો ઉદય કહેવો. (૯) પંચેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :પંચેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :अत्थि चउजाइआयव-साहारणथावरदुगूणा। चउदसयं पंचक्खे पण विण मिच्छे णवजुअसयं ॥२९॥ सासाणे छसयं विण, मिच्छापजणिरयाणुपुव्वीहिं । ओघव्व जाणियव्वा, मिस्साईसु गुणठाणेसुं ॥३०॥
ગાથાર્થ - પંચેન્દ્રિયમાર્ગણામાં ઓથે જાતિચતુષ્ક, આતપ, સાધારણ, સ્થાવરદ્ધિક વિના ૧૧૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે પાંચ વિના [સવમો), મિશ્રમો, આહા૦૨, જિન) વિના] ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વ, અપર્યાપ્ત અને નરકાનુપૂર્વી વિના ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિશ્રાદિગુણઠાણામાં ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું.
વિવેચન :- પંચેન્દ્રિયમાર્ગણામાં જાતિચતુષ્ક, સ્થાવર, સૂમ, સાધારણ અને આતપ. એ-૮ વિના ઓથે ૧૧૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
પંચેન્દ્રિય માર્ગણામાં જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ૦૪ + ના૦૫૯ + ગો૦૨ + અં૦૫ = ૧૧૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* એકે)જાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપનો ઉદય એકેન્દ્રિયને તથા બેઈન્દ્રિયાદિ-૩ જાતિનો ઉદય ક્રમશઃ બેઇન્દ્રિયાદિને જ હોય છે, પંચેન્દ્રિયને ન હોય.
(૧૪) ગતિ-૪+ પંચ૦જાતિ + શરીર-૫ + ઉપાંગ-૩ + સંઘ૦૬ + સંસ્થાન-૬ +
વર્ણાદિ-૪+વિહા૨+આનુપૂર્વ-૪=૩૫+ અ૦૭[અગુરુલઘુ-૪,નિર્માણ, જિનનામ, ઉદ્યોત] + ત્રણ-૧૦+ અપર્યાપ્ત + અસ્થિરષક = ૫૯
૧૧૯