________________
ઉદ્યોત, સુસ્વર-દુઃસ્વર અને અપર્યાપ્તનામકર્મ વિના ૬૯ પ્રકૃતિ સાસ્વાદનગુણઠાણે ઉદયમાં હોય છે.
વિવેચન :- મિથ્યાત્વગુણઠાણે વિકલેન્દ્રિયમાર્ગણામાં ઓઘની જેમ ૮૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
૧૩
(૨) સાસ્વાદનગુણઠાણે શાના૦૫ + દર્શ૦૪ + વે૦૨ + મોહ૦૨૩ [૨૪માંથી મિથ્યાત્વ વિના] + તિર્યંચાયુ + નામ- ૨૮ [૩૫માંથી પરાઘાત, ઉદ્યોત, ઉચ્છવાસ, અશુભવિહા૦, સુસ્વર-૬ઃસ્વર, અપર્યાપ્ત વિના] + નીચગોત્ર + અંત૦૫ ૬૯ પ્રકૃતિ ઉદયમાં હોય
છે.
=
* લબ્ધિ-પર્યાપ્તા વિકલેન્દ્રિય પૂર્વભવમાંથી સાસ્વાદનગુણઠાણુ લઇને આવતા હોવાથી, શરીર૫ર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદનણઠાણુ હોય છે. તે વખતે પરાઘાત, ઉદ્યોત, ઉચ્છ્વાસ, અશુભવિહા∞, સુસ્વર અને દુઃસ્વરનો ઉદય હોતો નથી. કારણકે શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ પરાઘાત, ઉદ્યોત, અને અશુભવિહાનો ઉદય થાય છે. શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ ઉચ્છ્વાસનો ઉદય થાય છે અને ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી પર્યાપ્તાવસ્થામાં સુસ્વર કે દુઃસ્વરનો ઉદય થાય છે. તેથી વિકલેન્દ્રિયને જ્યાં સુધી સાસ્વાદનગુણઠાણુ હોય છે ત્યાં સુધી પરાધાતાદિ-૬ પ્રકૃતિનો ઉદય હોતો નથી.
* પૂર્વભવમાંથી સાસ્વાદનગુણઠાણુ લઇને આવનારા જીવો લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. તેથી સાસ્વાદન ગુણઠાણે અપર્યાપ્તનામકર્મનો ઉદય હોતો નથી.
બેઇન્દ્રિયમાર્ગણાની જેમ તેઇન્દ્રિયમાર્ગણાનું અને ચરિન્દ્રિય
(૧૩)તિર્યંચગતિ + બેઈજાતિ + શરી૨-૩ [ઔ0, ão, કા૦] + ઔઅં+ છેવઢું + હુંડક + વર્ણાદિ-૪ + તિર્યંચાનુપૂર્વી = ૧૩ + પ્ર૦૩ [અગુરુ૦, નિર્માણ, ઉપઘાત] + ત્રસષટ્ક + યશ + અસ્થિરત્રિક + અનાદેયદ્વિક=૨૮
૧૧૮