________________
ગાથાર્થ - એકેન્દ્રિયમાર્ગણામાં નામકર્મની તિર્યંચદ્ધિક, એકેન્દ્રિયજાતિ, ઔદારિકશરીર, ધ્રુવોદયી-૧૨, સ્થાવરચતુષ્ક, બાદરત્રિક, દુર્ભગ, અનાદેય, અયશ, યશ, હુડક, પ્રત્યેક એમ કુલ ૩૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
વિવેચન :- એકેન્દ્રિય માર્ગણામાં નામકર્મની તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, એકેન્દ્રિયજાતિ, ઔદારિકશરીર, તૈ૦૧૦, કાર્મણશરીર, વર્ણાદિ-૪, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, અગુરુલઘુ, નિર્માણ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત, બાદર, પર્યાપ્તા, પ્રત્યેક, દુર્ભગ, અનાદેય, અયશ-યશ, હુંડક, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, આતપ અને ઉદ્યોત એમ કુલ-૩૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. એકેન્દ્રિયમાર્ગણામાં પહેલા-બીજા ગુણઠાણે ઉદયસ્વામિત્વ - मिच्छे असीइ पयडी, सडसट्ठी अस्थि सासणे मोत्तुं । पणनिह सुहमतिगमिच्छ - आयवद्ग परघायऊसासा ॥२६॥
ગાથાર્થ - મિથ્યાત્વગુણઠાણે ૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે તેમાંથી પાંચનિદ્રા, સૂફમત્રિક, મિથ્યાત્વ, આતપદ્રિક, પરાઘાત અને ઉચ્છવાસ.એ-૧૩ વિના ૬૭ પ્રકૃતિ સાસ્વાદનગુણઠાણે ઉદયમાં હોય છે.
વિવેચન - એકેન્દ્રિયમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે ઓઘની જેમ ૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૪ + વે૦૨ + મોહ૦૨૩ [૨૪માંથી મિથ્યાત્વ વિના] + તિર્યંચાયુ + નામ-૨૬ [૩૩માંથી આતપ, ઉદ્યોત, પરાઘાત, ઉચ્છવાસ, સૂક્ષ્મત્રિક વિના] + નીચગોત્ર + અંત૮૫ = ૬૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૧૧)તિર્યંચગતિ + એકે જાતિ + શરીર-૩ [, તૈ૦, ક0] + હુંડક + વર્ણાદિ
૪+તિર્યંચાનુપૂર્વી= ૧૧+V૦ ૩ [અગુરુ૦, નિર્માણ, ઉપઘાત]+ બાદરપંચક + યશ + સ્થાવર + અસ્થિરત્રિક + અનાદયદ્ધિક = ૨૬.
૧૧૫