________________
પહેલા પાંચસંસ્થાન, વિહા૦૨, જિનનામ, ત્રસ, સુભગત્રિક, દુઃસ્વર [નામકર્મની-૩૪] અને ઉચ્ચગોત્ર એમ કુલ- “૪૨” વિના ૮૦ પ્રકૃતિ ઓથે ઉદયમાં હોય છે.
એકેન્દ્રિયમાર્ગણામાં ઓઘે શાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૪ + તિર્યંચાયુ + નામ-૩૩ [નરકગત્યાદિ-૩૪ વિના] + નીચગોત્ર + અંત૦૫ = ૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* એકે-વિકલે૦ નપુંસકવેદી જ હોય છે, સ્ત્રીવેદી કે પુર્વેદી ન હોય. તેથી તેને સ્ત્રીવેદ કે પુવેદનો ઉદય હોતો નથી.
* એકે-વિકલેન્દ્રિયને હુંડકસંસ્થાન જ હોય છે. તેથી તેને પહેલા પાંચ સંસ્થાનનો ઉદય ન હોય.
* સુભગ-આદેયનો ઉદય લબ્ધિ-પર્યાપ્તા પંચેન્દ્રિયને જ હોય છે, એકે-વિકલેન્દ્રિયને ન હોય.
* એકેન્દ્રિય-વિકલેન્દ્રિયને મિશ્રાદિ ગુણઠાણા પ્રાપ્ત થતા નથી. તેથી મિશ્રમો૦ અને સમોનો ઉદય ન હોય.
* એકેને ઔદારિકશરીર જ હોય છે. હાથ-પગાદિ અવયવો હોતા નથી. તેથી ઔદાઅંગો અને વિહાયોગતિદ્વિકનો ઉદય ન હોય એકેને હાડકા હોતા નથી. તેથી સંઘયણનો ઉદય ન હોય.
* ત્રસ, સુસ્વર અને દુઃસ્વરનો ઉદય ત્રસજીવોને જ હોય છે. સ્થાવર[એકેન્દ્રિય]ને ન હોય.
* બાકીની નકત્રિકાદિ-૧૯ પ્રકૃતિનો ઉદય ન હોવાના કારણો તિર્યંચગતિમાર્ગણામાં કહ્યાં મુજબ સમજી લેવા.
એકેન્દ્રિયમાર્ગણામાં નામકર્મની પ્રકૃતિઃ
तिरिदुग एगिंदियुरल - धुव थावर चउग बायर तिगाणि । दुहगाणादेय अजस-जसहुंडग पंच पत्तेआ ॥ २५ ॥
૧૧૪