________________
સ્ત્રીવેદ વિના ૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
વિવેચન :- પહેલા અને બીજા દેવલોકમાં દેવી હોય છે. તેથી ત્યાં સ્ત્રીવેદનો ઉદય હોય છે. એટલે પહેલા બે દેવલોકમાં સામાન્યથી દેવગતિમાર્ગણાની જેમ ઓથે-૮૦, મિથ્યાત્વે-૭૮, સાસ્વાદને-૭૭, મિશ્રે૭૩ અને સમ્યક્ત્વ-૭૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
ત્રીજાદિ દેવલોકમાં દેવીઓ હોતી નથી. તેથી ત્યાં સ્ત્રીવેદનો ઉદય હોતો નથી. એટલે ત્રીજા દેવલોકથી માંડીને નવત્રૈવેયક સુધી સ્ત્રીવેદ વિના ઓથે-૭૯, મિથ્યાત્વે-૭૭, સાસ્વાદને-૭૬, મિશ્રે-૭૨ અને સમ્યક્ત્વ-૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
પાંચે અનુત્તરમાં રહેલા દેવો સભ્યદૃષ્ટિ જ હોય છે ત્યાં દેવીઓ હોતી નથી. એટલે પાંચે અનુત્તરમાં ઓઘે અને ચોથે ગુણઠાણે ૭૪માંથી સ્ત્રીવેદ વિના-૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
-: ગતિમાર્ગણા સમાપ્ત ઃ
એકેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :
એકેન્દ્રિયમાર્ગણામાં ઓથે ઉદયસ્વામિત્વ एगिंदिये असीई, घाई थीपुरिस सम्ममीसूणा । सायेयर तिरियाऊ, णीअं णामस्स तेत्तीसा ॥२४॥ ગાથાર્થ ઃ- એકેન્દ્રિયમાર્ગણામાં ઓઘે સ્ત્રીવેદ, પુરુષવેદ, મિશ્રમો૦ અને સમો૦ વિના ઘાતી-૪૩ તથા શાતા-અશાતા, તિર્યંચાયુ, નીચગોત્ર અને નામકર્મની-૩૩ એમ કુલ-૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
:
વિવેચન :- એકેન્દ્રિયમાર્ગણામાં ૧૨૨ પ્રકૃતિમાંથી સ્ત્રીવેદ, પુરુષવેદ, સમો, મિશ્રમો, નરકત્રિક, મનુષ્યત્રિક, દેવત્રિક, બેઇન્દ્રિયાદિ-૪ જાતિ, વૈક્રિયદ્ધિક, આહારકદ્ધિક, ઔ૦અં૦, સંઘ૦૬,
૧૧૩