________________
અંત૦પ = ૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞાનાવ૫ + દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૨૧ [મિશ્રમો૦ બાદ કરીને, સમોસ્ટ ઉમેરવી] + દેવાયુ + નામ-૩૩ [૩૨+ દેવાનુપૂર્વી =૩૩ + ઉચ્ચગોત્ર + અંત૦૫ = ૭૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
ભવનપતિ-બંતર-જ્યોતિષ્કમાં ઉદયસ્વામિત્વ - णवरं सिद्धंतमए, भवणतिगे एवमेव कम्ममए । देवाणुपुव्विवजा, विण्णेया तिसयरी सम्मे ॥२२॥
ગાથાર્થ - એ જ પ્રમાણે (સામાન્યથી દેવગતિની જેમ), સિદ્ધાંતના મતે ભવનપત્યાદિ ત્રણમાં ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ કર્મગ્રન્થનાં મતે સભ્યત્વગુણઠાણે દેવાનુપૂર્વી વર્જીને ૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
વિવેચન :- સિદ્ધાંતના મતે જીવ ક્ષયોપશમસમ્યકત્વ લઈને ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્કદેવમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. તેથી સામાન્યથી દેવગતિમાર્ગણાની જેમ ભવનપત્યાદિક ત્રણમાં સમ્યકત્વગુણઠાણે ૭૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
કર્મગ્રન્થના મતે જીવ સમ્યકત્વ લઈને વૈમાનિકદેવમાં જ ઉત્પન્ન થઈ શકે છે. ભવનપત્યાદિકદેવમાં ઉત્પન્ન થતો નથી. તેથી ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્કદેવમાં સમ્યકત્વગુણઠાણે દેવાનુપૂર્વીનો ઉદય હોતો નથી. એટલે ભવનપત્યાદિક ત્રણમાં સમ્યકત્વગુણઠાણે ૭૪માંથી દેવાનુપૂર્વી વિના ૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વૈમાનિકદેવમાં ઉદયસ્વામિત્વ :तइआईसु सुरेसुं गेविजंतेसु इथिवेऊणा । पणऽणुत्तरेसु तुरिअं, च्च गुणं तहि तिसयरी विण थिं ॥२३॥
ગાથાર્થ - ત્રીજાદેવલોકથી નવરૈવેયક સુધી સ્ત્રીવેદ વિના ઉદયસ્વામિત્વ જાણવું અને પાંચ અનુત્તરને વિષે ચોથાગુણઠાણે
૧૧૨