________________
ગાથાર્થ :- દેવગતિમાર્ગણામાં ઓથે થીણદ્વિત્રિક અને નપુંસક વિના ઘાતી-૪૩ તથા શાતા-અશાતા, દેવાયુ, ઉચ્ચગોત્ર અને નામકર્મની-૩૩ એમ કુલ-૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
વિવેચન :- સામાન્યથી દેવગતિમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી થીણદ્વિત્રિક, નપુંસકવેદ, નરકત્રિક, તિર્યંચત્રિક, મનુષ્યત્રિક, જાતિચતુષ્ક, ઔદારિકદ્ધિક, આહારકદ્ધિક, સંઘ૦૬, પહેલા સિવાયના પાંચ સંસ્થાન, અશુભવિહા૦, આતપ, ઉદ્યોત, જિનનામ, સ્થાવરચતુષ્ક, દુઃસ્વર[નામકર્મની-૩૪] અને નીચગોત્ર એમ કુલ૪૨ વિના ૮૦ પ્રકૃતિ ઓઘે ઉદયમાં હોય છે.
દેવગતિમાર્ગણામાં ઓથે જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૨૭ + દેવાયુ + નામ-૩૩ [નરકગત્યાદિ-૩૪ વિના] + ઉચ્ચગોત્ર + અંત૦૫ = ૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* સમચતુરસસંસ્થાન, શુભવિહાયોગતિ, સુસ્વર અને ઉચ્ચગોત્રનો ઉદય દેવોને ભવપ્રત્યયિક હોવાથી, તેની પ્રતિપક્ષી પાંચસંસ્થાન, અશુભ-વિહારુ, દુઃસ્વર અને નીચગોત્રનો ઉદય હોતો નથી. * દેવ-નારકો લબ્ધિ-પર્યાપ્તા જ હોય છે, લબ્ધિ-અપર્યાપ્તા ન હોય. તેથી અપર્યાપ્તનામકર્મનો ઉદય હોતો નથી.
* જ્યારે દેવો ઉત્તરવૈક્રિયશરીર બનાવે છે ત્યારે ઉદ્યોતનો ઉદય હોય છે. પણ અહીં ભવધારણીય શરીરમાં રહેલા ઉદ્યોતની વિવક્ષા કરેલી હોવાથી, દેવગતિમાં ઉદ્યોતનો ઉદય કહ્યો નથી. * બાકીની-૩૨ પ્રકૃતિ ઉદયમાં ન હોવાના કારણો નરકગતિ માર્ગણામાં કહ્યાં મુજબ સમજી લેવા. સામાન્યથી દેવગતિમાર્ગણામાં નામકર્મની પ્રકૃતિ :सुरविडवदुग पणिदिय - ऽणादेयदुहगसुहागिई अजसं । परघूसासुवघाया, सुखगइतस सुहगचउगधुवणामा ॥१९॥ ગાથાર્થ :- દેવગતિમાર્ગણામાં દેવદ્વિક, વૈક્રિયદ્ધિક,
૧૧૦