________________
(૫) દેશવિરતિગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૧૮ [૨૨માંથી અપ્ર૦૪ વિના] + મનુષ્યાયુ + નામ-૪૨ [૪૬માંથી મનુષ્યાનુપૂર્વી, દુર્લગ, અનાદેય અને અયશ વિના] + ઉચ્ચગોત્ર + અંત૦૫ ૮૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* કર્મસ્તવમાં દેશવિરતિગુણઠાણે નીચગોત્રનો ઉદય તિર્યંચની અપેક્ષાએ કહેલો છે. કોઈ પણ મનુષ્યને દેશવિરતિગુણઠાણે વિરતિના પ્રભાવે નીચગોત્રનો ઉદય અટકીને, ઉચ્ચગોત્રનો ઉદય શરૂ થઇ જાય છે. તેથી મનુષ્યગતિમાર્ગણામાં દેશવિરતિગુણઠાણે નીચગોત્રનો ઉદય હોતો નથી, ઉચ્ચગોત્રનો જ ઉદય હોય છે.
(૬) પ્રમત્તગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯+ વે૦૨ + મોહ૦ ૧૪ [૧૮માંથી પ્રત્યા૦૪ વિના] + મનુષ્યાયુ + નામ-૪૪ [૪૨ + આહારકદ્ધિક ૪૪] + ઉચ્ચગોત્ર + અંત૦૫ = ૮૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
=
કર્મસ્તવમાં કહ્યાં મુજબ અપ્રમત્તે-૭૬, અપૂર્વક૨ણે-૭૨, અનિવૃત્તિગુણઠાણે-૬૬, સૂક્ષ્મસંપરાયે-૬૦, ઉપશાંતમોહે-૫૯, ક્ષીણમોહે ૫૭/૫૫, સયોગીગુણઠાણે-૪૨ અને અયોગીગુણઠાણે-૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
અપર્યાપ્તમનુષ્યગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વઃ
અપર્યાપ્તમનુષ્યગતિ માર્ગણામાં અપર્યાપ્ત તિર્યંચપંચેન્દ્રિયની જેમ થીણદ્ધિનિદ્રાદિ-૫૧ વિના ઓઘે અને મિથ્યાત્વે જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૨૪ + મનુષ્યાયુ + નામ-૨૭ + નીચગોત્ર + અંત૦૫ = ૭૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. દેવગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વઃ
સામાન્યથી દેવગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ ઃदेवेसु उदयसीई, थीणद्वितिगणपुमा विणा घाई । सायेयरदेवाऊ, उच्चं णामस्स तेत्तीसा ॥१८॥
૧૦૯