________________
+ મનુષ્યાય + નામ-૫૦° [નરકગત્યાદિ-૧૭ વિના] + ગોર + અંતo૫ = ૧૦૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* નરકત્રિકનો ઉદય નારકોને અને દેવત્રિકનો ઉદય દેવોને હોય છે. વૈક્રિયદ્ધિકનો ઉદય દેવ-નારકોને જ હોય છે. જો કે વૈક્રિયલબ્ધિવાળા પ્રમત્તસંયમી મનુષ્યો જ્યારે ઉત્તરવૈક્રિયશરીર બનાવે છે ત્યારે વૈક્રિયદ્ધિક અને ઉદ્યોતનો ઉદય હોય છે. પરંતુ અહીં ભવધારણીય વૈક્રિયશરીરની વિવેક્ષા હોવાથી, મનુષ્યગતિમાં વૈક્રિયદ્ધિક અને ઉદ્યોતનો ઉદય કહ્યો નથી.
* તિર્યંચત્રિકાદિ-૧૨ પ્રકૃતિનો ઉદય તિર્યંચોને જ હોય છે, અન્યને ન હોય. મનુષ્યગતિમાં ૧ થી ૧૪ ગુણઠાણે ઉદયસ્વામિત્વ :
(૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯+ વે૦૨ + મોહ૦૨૬ [૨૮માંથી મિશ્રમો), સમો વિના] + મનુષ્યા, + નામ-૪૭ [૫૦માંથી આહારકદ્ધિક અને જિનનામ વિના] + ગો૦૨ + અંત૦પ = ૯૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વ વિના] + મનુષ્યાય + નામ-૪૬ [૪૭માંથી અપર્યાપ્ત વિના] + ગો૦૨ + અંતo૫ = ૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૩) મિશ્રગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૨ [૨પમાંથી અનંતાનુબંધીચતુષ્ક બાદ કરીને, મિશ્રમો ઉમેરવી) + મનુષ્યાય + નામ-૪૫ [૪૬માંથી મનુષ્યાનુપૂર્વી વિના] + ગો૦૨ + અંતo૫ = ૯૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯+ વે૦૨ + મોહ૦૨૨ [મિશ્રમો બાદ કરીને, સ0મો૦ ઉમેરવી] + મનુષ્યાય + નામ-૪૬ [૪૫ + મનુષ્યાનુપૂર્વી =૪૬] + ગો૦૨ + અંતo૫ = ૯૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
૧૦૮