________________
વિવેચન :- લબ્ધિ-પર્યાપ્ત તિર્યંચપંચેન્દ્રિય માર્ગણામાં ૧૨૨ પ્રકૃતિમાંથી વૈક્રિયાષ્ટક, મનુષ્યત્રિક, જિનનામ, આહારકદ્ધિક, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, આતપ અને ઉચ્ચગોત્ર, એમ કુલ-૨૪ પ્રકૃતિ વિના ૯૮ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે.
પર્યાપ્તાતિર્યંચપંચેન્દ્રિયમાર્ગણામાં ઓથે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + તિર્યંચાયુ + નામ- [નકદ્ધિકાદિ-૨૦ વિના] + નીચગોત્ર + અંત૦૫ ૯૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * એકેન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપનો ઉદય એકેન્દ્રિયતિર્યંચને અને વિકલેન્દ્રિયજાતિનો ઉદય અનુક્રમે બેઇન્દ્રિયાદિ તિર્યંચને જ હોય છે, પંચેન્દ્રિયતિર્યંચને ન હોય.
* અપર્યાપ્તનામકર્મનો ઉદય લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યને જ હોય છે, લબ્ધિ-પર્યાપ્તાને ન હોય. પર્યાપ્તતિર્યંચપંચેન્દ્રિયમાં ૧ થી ૫ ગુણઠાણે ઉદયસ્વામિત્વ :
(૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૬ [૨૮માંથી સ૦મો૦, મિશ્રમો વિના] + તિર્યંચાયુ + નામ-૪૭ [ઓઘની જેમ] + નીચગોત્ર + અંત૦૫ = ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
=
(૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વ વિના] + તિર્યંચાયુ + નામ-૪૭ [ઓઘની જેમ] + નીચગોત્ર + અંત૦૫ = ૯૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
સામાન્યથી તિર્યંચગતિ માર્ગણાની જેમ પર્યાપ્તતિર્યંચપંચેન્દ્રિયમાં
(૯) તિર્યંચગતિ + પંચે૦ જાતિ + શ૦ ૩ [ઔ, તૈ, કા]+ ઔ૦ અં0 + સંઘ૦ ૬ + સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + તિર્યંચાનુપૂર્વી + વિહા૦ ૨ = ૨૫ + પ્ર૦ ૬ [અગુરુલઘુ-૪, નિર્માણ, ઉદ્યોત] + ત્રસાદિ-૧૦ + અસ્થિરષટ્ક = ૪૭
૧૦૪