________________
અનુદય હોવાથી ૭૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદને મિથ્યાત્વમોહનીયનો ઉદયવિચ્છેદ અને નરકાનુપૂર્વીનો અનુધ્ય થવાથી ૭૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિત્રે અનંતાનુબંધીચતુષ્કનો ઉદયવિચ્છેદ અને મિશ્રમોહનીયનો ઉદય થવાથી ૬૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સમ્યકત્વગુણઠાણે મિશ્રમોહનીયનો ઉદયવિચ્છેદ અને સમ્યકત્વમોહનીયનો તથા નરકાનુપૂર્વીનો ઉદય થવાથી ૭૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
વિવેચન - મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૨૪ [૨૬માંથી સ0મો અને મિશ્રમો૦ વિના] + નરકાયુ + નામ-૩૦ [ઓઘની જેમ] + નીચગોત્ર + અંત૦૫ = ૭૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
મિશ્રમોહનીયનો ઉદય માત્ર મિશ્રગુણઠાણે જ હોય છે અને સ0મો૦નો ઉદય ૪ થી ૭ ગુણઠાણે જ હોય છે એટલે મિથ્યાત્વગુણઠાણે મિશ્રમો, અને સ0મોનો અનુદય કહ્યો છે.
(૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૨૩ [૨૪માંથી મિથ્યાત્વ વિના] + નરકાયુ + નામ-ર૯ [૩૦માંથી નરકાનુપૂર્વી વિના] + નીચગોત્ર + અંત૦પ = ૭૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
સાસ્વાદનગુણઠાણે રહેલો કોઈ પણ તિર્યંચ-મનુષ્ય મરીને નરકગતિમાં જતો નથી. તેથી ત્યાં નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી એટલે સાસ્વાદનગુણઠાણે નરકાનુપર્વનો અનુદય કહ્યો છે.
(૩) મિશ્રગુણઠાણે જ્ઞાના૦૫+ દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૨૦ [૨૩માંથી અનંતા૦૪ બાદ કરીને, મિશ્રમોટ ઉમેરવી] + નરકાયુ + નામ-ર૯+ નીચગોત્ર + અંત૭૫ = ૬૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વે૦૨ +
૯૮