________________
મોહ૦૨૦ [મિશ્રમો૦ બાદ કરીને, સમો૦ ઉમેરવી] + નરકાયુ + નામ-૩૦ [૨૯ + નરકાનુપૂર્વી =૩૦] + નીચગોત્ર + અંત૦૫ ૭૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
એ જ પ્રમાણે, રત્નપ્રભાદિ-૩ નરકમાં ઉદયસ્વામિત્વ જાણવું. પંકપ્રભાદિ-૪ નરકમાં ઉદયસ્વામિત્વ :
णवरं पंकाईसुं, सासाणे च्च णिरयाणुपुव्विखओ । बीअ तइअ णिरयेसु वि, एवं इच्छंति अण्णे उ ॥६॥
ગાથાર્થ :- પરંતુ પંકપ્રભાદિ-૪ નરકમાં સાસ્વાદનગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદયવિચ્છેદ થાય છે. તેથી ચોથાગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી. એ જ પ્રમાણે, અજ્ઞે= કેટલાક આચાર્ય મ. સા.ના મતે બીજી-ત્રીજી નરકમાં પણ ચોથાગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી.
=
વિવેચન :- રત્નપ્રભાની જેમ પંકાદિ-૪ નરકમાં ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ વિશેષ એ છે કે, કોઈપણ જીવ સમ્યક્ત્વ લઇને પંકપ્રભાદિ-૪ નરકમાં જઇ શકતો નથી. તેથી ત્યાં ચોથા ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી. એટલે પંકપ્રભાદિ-૪ નરકમાં બીજા ગુણઠાણે નરકાનુપૂર્વીનો અનુદયને બદલે ઉદયવિચ્છેદ કહ્યો છે.
પંચસંગ્રહની ટીકામાં કહ્યું છે કે, તિર્યંચ-મનુષ્ય સમ્યક્ત્વ લઇને પ્રથમ નરકમાં જઇ શકે છે પણ દ્વિતીયાદિ નરકમાં જતા નથી. એટલે દ્વિતીયાદિ નરકમાં ચોથેગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી. તેથી દ્વિતીયાદિ નરકમાં ચોથેગુણઠાણે ૭૦ પ્રકૃતિમાંથી નરકાનુપૂર્વી વિના ૬૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૨) તિર્યક્મનુષ્યો વા સસમ્યવત્ત્વો દ્વિતીયાવિવુ નરપૃથિવીપુ નાøતિ [પંચસંગ્રહની પૂ. મલયગિરિસૂરીશ્વરજીમહારાજકૃત ટીકા-બીજુ દ્વાર ગાથા નં૦૩૧]
૯૯