________________
દેવ-નારકને વૈક્રિયશરીર હોય છે, ઔદારિકશરીર હોતું નથી. એટલે ઔદારિકદ્ધિકનો ઉદય ન હોય.
+ અપર્યાપ્ત નામકર્મનો ઉદય લબ્ધિ-અપર્યાપ્ત તિર્યંચ-મનુષ્યને જ હોય છે. લબ્ધિ-પર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય અને દેવ-નારકોને ન હોય.
* નારકોને ભવસ્વભાવે જ હુડકસંસ્થાન, અશુભવિહાયોગતિ અને દુર્ભગચતુષ્કનો ઉદય હોવાથી, તેની પ્રતિપક્ષી પહેલા પાંચ સંસ્થાન, શુભવિહાયોગતિ અને સુભગચતુષ્કનો ઉદય હોતો નથી.
* નરક-તિર્યંચને નીચગોત્રનો ઉદય ધ્રુવોદયી હોવાથી ઉચ્ચગોત્રની ઉદય હોતો નથી. એ રીતે, નરકગતિમાર્ગણામાં થીણદ્વિત્રિકાદિ-૪૬ પ્રકૃતિનો ઉદય ન હોય.
નરકગતિમાં નામકર્મનો ઉદય - णिरयुदयारिहणामा, णिरयविउवदुगपणिंदिहुंडधुवा । परघूसासुवघाया, कुखगइतसदुहगचउगाणि ॥३॥
ગાથાર્થ :- નરકગતિમાર્ગણામાં નામકર્મની નરકગતિ, નરકાનુપૂર્વી, વૈક્રિયશરીર, વૈક્રિયઅંગોપાંગ, પંચેન્દ્રિયજાતિ, હુંડકસંસ્થાન, ધ્રુવોદયી-૧૨ (તૈજસશરીર, કાર્મણશરીર, વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ), પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત, અશુભવિહાયોગતિ, ત્રણચતુષ્ક, અને દુર્ભગચતુષ્ક” એમ કુલ-૩૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
નરકગતિમાર્ગણામાં ૧થી ૪ ગુણઠાણે ઉદયસ્વામિત્વ - सम्मत्तमीसऽणुदया, मिच्छे चउसत्तरी उ मिच्छंतो । णिरयाणुपुव्विणुदया, दुसयरि पयडीअ सासाणे ॥४॥ चउअणछेओ मीसे, गुणसयरी मीससंजुआ णेया । मीसच्छेओ सम्मे, सयरी णिरयाणु सम्मजुओ ॥५॥
ગાથાર્થ - મિથ્યાત્વે સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયનો