________________
નરકગતિમાર્ગણામાં ઓધે જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વેદ0૨ + મોહ૦૨૬ + નરકાયુ + નામ-૩૦ [તિર્યંચદ્રિકાદિ-૩૭ વિના] + નીચગોત્ર + અંતo૫ = ૭૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* ઉદીરણાકરણમાં કહ્યું છે કે, યુગલિકતિર્યંચ-મનુષ્ય, વૈક્રિયશરીરી દેવ-નારક અને આહારકશરીરીને થીણદ્વિત્રિકનો ઉદય હોતો નથી.
* નારક અને એકેન્દ્રિય-વિકલેન્દ્રિયને ભવસ્વભાવે જ નપુંસકવેદનો ઉદય હોય છે. તેથી સ્ત્રીવેદ અને પુરુષવેદનો ઉદય ન હોય.
* તિર્યચત્રિકનો ઉદય તિર્યંચને જ હોય છે, અન્યને ન હોય. મનુષ્યત્રિક, જિનનામ અને આહારકદ્ધિકનો ઉદય મનુષ્યને જ હોય છે, અન્યને ન હોય અને દેવત્રિકનો ઉદય દેવોને જ હોય છે, અન્યને ન હોય. ઉદ્યોતનો ઉદય ભવધારણીય શરીરમાં તિર્યંચને અને ઉત્તરવૈક્રિયશરીરમાં દેવને અને પ્રમત્તસંયમીને જ હોય છે, નારકને ન હોય.
* એકેન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આપનો ઉદય એકેન્દ્રિયને જ હોય છે, અન્યને ન હોય.
* બેઇન્દ્રિયજાતિનો ઉદય બેઈન્દ્રિયોને, તે ઇન્દ્રિયજાતિનો ઉદય તે ઇન્દ્રિયોને અને ચઉરિન્દ્રિયજાતિનો ઉદય ચઉરિન્દ્રિયને જ હોય છે, અન્યને ન હોય.
* સંઘયણનો ઉદય વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્યને જ હોય છે. એકેન્દ્રિય અને દેવ-નારકને હાડકા ન હોવાથી, સંઘયણ હોતું નથી. (१) निद्दानिद्दाईणत्ति असंखवासाय मणुअ तिरिया य ।
वेउव्वाहारगतणू वजित्ता अप्पमत्तेया ॥ ગાથાર્થ - અસંખ્યાતવર્ષના આયુષ્યવાળા (યુગલિક) તિર્યંચ-મનુષ્ય, વૈક્રિયશરીરી, આહારકશરીરી, અને અપ્રમત્તસંયમીને વર્જીને, સર્વે જીવને થીણદ્વિત્રિકની ઉદીરણા હોય છે.