________________
ફી પૂ. શ્રી વીરશેખરસૂરીશ્વરજી મહારાજા વિરચિત
3 ઉદયસ્વામિત્વ છે
મંગલાચરણ - णमिअ अणुदयणुदीरग-सिरिवीरं उदयुदीरणा सामिं । पयडीणमग्गणासुं, कहिमु जहसुयं गुरुपसाया ॥१॥
ગાથાર્થ - ઉદય અને ઉદીરણાથી મુક્ત થયેલા ચરમતીર્થકર શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને, જે પ્રમાણે સૂત્રમાં [જિનાગમમાં] કહ્યું છે તે પ્રમાણે, ગુરુકૃપાથી માર્ગણામાં પ્રકૃતિનું ઉદયસ્વામિત્વ અને ઉદીરણાસ્વામિત્વ કહીશ. નરકગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :સામાન્યથી નરકગતિમાં ઉદયસ્વામિત્વ :णिरयेसुदय छसयरी, थीणद्धितिगपुमथी विणा घाई । सायेयरणिरयाऊ, णीअं णामस्स तीसाओ ॥२॥
ગાથાર્થ - નરકગતિમાર્ગણામાં ઓથે ઉદયમાં ૭૬ પ્રકૃતિ છે. તેમાં થીણદ્વિત્રિક, પુરુષવેદ અને સ્ત્રીવેદ વિના ૪૨ પ્રકૃતિ ઘાતી છે અને શાતા-અશાતા, નરકાયુ, નીચગોત્ર અને નામકર્મની ૩૦ એમ કુલ-૩૪ પ્રકૃતિ અઘાતી છે.
વિવેચન :- કર્મસ્તવમાં કહ્યાં મુજબ ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી નરકગતિમાર્ગણામાં થણદ્વિત્રિક, પુરુષવેદ, સ્ત્રીવેદ, તિર્યચત્રિક, મનુષ્યત્રિક, દેવત્રિક, જાતિચતુષ્ક, ઔદારિકદ્રિક, આહારકદ્ધિક, સંઘયણ-૬, પહેલા પાંચ સંસ્થાન, શુભવિહાયોગતિ, આતપ, ઉદ્યોત, જિનનામ, સુભગચતુષ્ક, સ્થાવરચતુષ્ક [નામકર્મની ૩૭] અને ઉચ્ચગોત્ર એમ કુલ ૪૬ વિના ૭૬ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે.
૯૫