________________
અણાહારીમાર્ગણામાં બંધસ્વામિત્વ :
દરેક જીવ વિગ્રહગતિમાં નિયમો અણાહારી હોય છે. તે વખતે પહેલુ, બીજુ અને ચોથુ ગુણઠાણુ જ હોય છે. કારણકે ત્રીજે ગુણઠાણે કોઇપણ જીવ મરતો નથી. તેથી વિગ્રહગતિમાં ત્રીજુગુણઠાણ હોતું નથી અને દરેક જીવોને વિગ્રહગતિમાં નિયમો અવિરતિ જ હોય છે. એટલે વિગ્રહગતિમાં દેશવિરતિ વગેરે ગુણઠાણા હોતા નથી. એટલે વિગ્રહગતિમાં ૧લું, રજા, ૪થું ગુણઠાણુ જ હોય છે અને ૧૩મે ગુણઠાણે કેવળીભગવંતો જ્યારે કેવળીસમુદ્યાત કરે છે ત્યારે ત્રીજે-ચોથે-પાંચમે સમયે અણાહારી હોય છે. અને ૧૪મે ગુણઠાણે અયોગીકેવળીભગવંતો પણ અણાહારી જ હોય છે. તેથી અણાહારીમાર્ગણામાં ૧લું, રજું, ૪થું, ૧૩મું, અને ૧૪મું, એમ કુલ-૫ ગુણઠાણા હોય છે. તેમાંથી ૧૪મું ગુણઠાણ છોડીને, બાકીના ૪ ગુણઠાણે કાર્મણકાયયોગની જેમ બંધસ્વામિત્વ જાણવું.
અણાહારીમાર્ગણામાં ઓધે આહારકદ્ધિક, દેવાદિ-૪ આયુષ્ય અને નરકદ્રિક. એ- ૮ વિના ૧૧૨, પ્રકૃતિ બંધાય છે. કારણકે ત્યાં સાતમું કે આઠમું ગુણઠાણ ન હોવાથી આહારદ્ધિક ન બંધાય અને પહેલી ત્રણ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ મનુષ્યાય કે તિર્યંચા, બંધાય છે. અને પર્યાપ્તાવસ્થામાં જ દેવાયું કે નરકા, બંધાય છે. તેથી વિગ્રહગતિમાં આયુષ્યકર્મ બંધાતુ નથી અને વિગ્રહગતિમાં અતિસંકિલષ્ટ પરિણામ ન હોવાથી નરકલિક ન બંધાય.
અણાહારીમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે જિનનામ, દેવદ્રિક અને વૈક્રિયદ્ધિક એ-પ વિના ૧૦૭ કર્મપ્રકૃતિ બંધાય છે. કારણકે સમ્યત્વ વિના જિનનામ બંધાતું નથી. તથા મિથ્યાદષ્ટિ અને સાસ્વાદનસમ્યગદૃષ્ટિ તથાવિધ વિશુદ્ધિના અભાવે વિગ્રહગતિમાં દેવપ્રાયોગ્ય કર્મબંધ કરી શકતા નથી. એટલે મિથ્યાષ્ટિજીવો ૧૧રમાંથી જિનનામાદિ-૫ વિના ૧૦૭ પ્રકૃતિને બાંધે છે.
૮૬