________________
અણાહારીમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે ૧૦૦માંથી સૂક્ષ્મત્રિક, જાતિચતુષ્ક, નપુંસકચતુષ્ક, સ્થાવર અને આત....... એ ૧૩ વિના-૯૪ પ્રકૃતિ બંધાય છે. કારણકે સૂક્ષ્માદિ-૧૩ પ્રકૃતિ મિથ્યાત્વના ઉદયમાં જ બંધાય છે. સાસ્વાદને મિથ્યાત્વનો ઉદય ન હોવાથી, સૂક્ષ્માદિ-૧૩ ર્મપ્રકૃતિ બંધાતી નથી.
અણાહારીમાર્ગણામાં સમ્યકત્વગુણઠાણે અનંતાનુબંધી કષાયનો ઉદય હોતો નથી. તેથી ત્યાં અનંતા)વગેરે-૨૪ પ્રકૃતિ બંધાતી નથી. એટલે ૯૪માંથી ૨૪ પ્રકૃતિ ઓછી કરવાથી ૭૦ રહે, તેમાં જિનનામાદિપંચક ઉમેરવાથી અણાહારીમાર્ગણામાં સમ્યકત્વગુણઠાણે૭૫ પ્રકૃતિ બંધાય છે.
અણાહારીમાર્ગણામાં સયોગીકેવળીગુણઠાણે એક જ શાતાવેદનીય બંધાય છે અને અયોગગુણઠાણે યોગના અભાવે કર્મબંધ થતો નથી. લેશ્યામાં ગુણસ્થાનક - तिसु दुसु सुक्काइ गुणा, चउ सग तेरत्ति बन्धसामत्तिं। देविंदसूरिलिहियं, नेयं कम्मत्थयं सोउं ॥२४॥ तिसृषु द्वयोः शुक्लायां गुणाश्चत्वारः सप्त त्रयोदशेति बन्धस्वामित्वं । देवेन्द्रसूरिलिखितं ज्ञेयं कर्मस्तवं श्रुत्वा ॥२४॥
ગાથાર્થ :-પહેલી ત્રણ લેશ્યામાં ૧થી૪ ગુણઠાણા હોય છે. તેજો-પાલેશ્યામાં ૧થી૩ ગુણઠાણા હોય છે અને શુકલેશ્યામાં ૧થી૧૩ ગુણઠાણા હોય છે. એ રીતે, બંધસ્વામિત્વ નામનો ત્રીજો કર્મગ્રન્થ દેવેન્દ્રસૂરિમહારાજાવડે લખાયો છે તે કર્મસ્તવને સાંભળીને [યાદ કરીને ભણવો.
વિવેચન :- કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યા ૧થી૪ ગુણઠાણા સુધી હોય છે. તેજો અને પદ્મશ્યા ૧થી૩ ગુણઠાણા સુધી હોય છે. શુકુલલેશ્યા ૧થી૧૩ ગુણઠાણા સુધી હોય છે. અને અયોગગુણઠાણે યોગનો અભાવ હોવાથી વેશ્યા ન હોય.