________________
અભવ્યમાર્ગણામાં બંધસ્વામિત્વ :
અભવ્યમાર્ગણામાં પહેલું જ ગુણસ્થાનક હોય છે. જો કે તેઓ દીક્ષા લઈને, માંખીની પાંખ પણ નંદવાઈ ન જાય, એવું સંયમ પાળે છે. તો પણ તેઓને દ્રવ્યચારિત્ર જ હોય છે. સમ્યકત્વ કે ભાવચારિત્રની પ્રાપ્તિ થતી નથી. તેથી જિનનામ કે આહારકદ્ધિક બંધાતું નથી. એટલે અભવ્યમાર્ગણામાં મિથ્યાત્વમાર્ગણાની જેમ ઓથે અને મિથ્યાત્વગુણઠાણે૧૧૭ પ્રકૃતિ બંધાય છે. અસંલ્લીમાર્ગણામાં બંધસ્વામિત્વ -
અસંજ્ઞીમાર્ગણામાં પહેલું અને બીજુગુણઠાણ હોય છે. ત્યાં મિથ્યાત્વમાર્ગણાની જેમ ઓધે અને મિથ્યાત્વગુણઠાણે-૧૧૭ કર્મપ્રકૃતિ બંધાય છે અને સાસ્વાદનગુણઠાણે સંજ્ઞીપંચેન્દ્રિયની જેમ ૧૦૧ કર્મપ્રકૃતિ બંધાય છે.
ગ્રન્થકારભગવંતે અસંજ્ઞીમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે સંજ્ઞીપંચેન્દ્રિયની જેમ બંધસ્વામિત્વા કહ્યું છે. પણ તે કેવી રીતે ઘટે? કારણકે જે સંજ્ઞીપંચેન્દ્રિય જીવ ઉપશમસમ્યકત્વ પામીને, ત્યાંથી સાસ્વાદનગુણઠાણે આવ્યા પછી મૃત્યુ પામીને, અસંજ્ઞીમાં ઉત્પન્ન થાય છે તેને અપર્યાપ્તાવસ્થામાં શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદનગુણઠાણ હોય છે. તે વખતે ઔદારિકમિશ્નકાયયોગ માર્ગણામાં સાસ્વાદનગુણઠાણે કહ્યા મુજબ ૯૪ કર્મપ્રકૃતિ બંધાય છે. કારણ કે અસંજ્ઞીજીવો સાસ્વાદનગુણઠાણે અપર્યાપ્તાવસ્થામાં વિશુદ્ધિના અભાવે દેવપ્રાયોગ્ય પ્રકૃતિ બાંધી શકતો નથી અને ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ પરભવનું આયુષ્ય બંધાતુ હોવાથી, શરીરપર્યાપ્તિએ અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદનગુણઠાણે મનુષ્યાય અને તિર્યંચાયું બંધાતું નથી. એટલે ૧૦૧માંથી દેવત્રિક, વૈક્રિયદ્રિક, મનુષ્યાય અને તિર્યંચાયુ એ-૭ વિના ૯૪ પ્રકૃતિનો બંધ અસંજ્ઞીમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે સંભવે છે.
૮૫