________________
બંધસ્વામિત્વ જાણવું. સાસ્વાદનગુણઠાણે સંજ્ઞીપંચે ની જેમ બંધસ્વામિત્વ જાણવું. અને અનાહારકમાર્ગણામાં કાર્મણકાયયોગની જેમ બંધસ્વામિત્વ જાણવું.
વિવેચન - શાસ્ત્રમાં કેવળીભગવંતોને નોમવ્યા-રોમમળી કહ્યાં છે. કારણકે જેમ દીક્ષાર્થી જ્યાં સુધી દીક્ષા ન લે, ત્યાં સુધી દીક્ષાને યોગ્ય કહેવાય છે પણ દીક્ષા લીધા પછી તે દીક્ષાને યોગ્ય છે એમ ન કહેવાય. તેમ ભવ્યાત્મા જ્યાં સુધી કેવળજ્ઞાની ન બને, ત્યાં સુધી ભવ્ય મોક્ષમાં જવાની યોગ્યતાવાળો કહેવાય છે. પણ કેવળજ્ઞાન પામ્યા પછી તે જ ભવમાં નિયમા મોક્ષમાં જવાના હોવાથી તેઓ ભવ્ય છે એમ ન કહેવાય. એટલે કેવળીભગવંતો નોમવ્યા નોઝમળ્યા છે. તો પણ પૂર્વમાં ભવ્ય હતા. એટલે પૂર્વપર્યાયની અપેક્ષાએ ૧૩મે, ૧૪મે ગુણઠાણે પણ કેવલીભગવંતો ભવ્ય કહેવાય છે. તેથી ભવ્યમાર્ગણામાં ૧ થી ૧૪ ગુણઠાણા કહ્યાં છે. એટલે ભવ્યમાર્ગણામાં ૧ થી ૧૩ ગુણઠાણા સુધી કર્મસ્તવની જેમ બંધસ્વામિત્વ જાણવું. સંગીમાર્ગણામાં બંધસ્વામિત્વ :
કેવળીભગવંતો સાક્ષાત્ આત્મા દ્વારા લોકાલોકમાં રહેલા સર્વદ્રવ્યના સર્વપર્યાયોને એકસાથે જાણે છે. એટલે તેઓને ચિંતનાત્મક ભાવમન હોતું નથી. તેથી શાસ્ત્રમાં તેઓને નો સંસી, ન માં કહ્યાં છે. તો પણ સયોગી કેવળીભગવંતો મન:પર્યવજ્ઞાનીવડે કે અનુત્તરદેવોવડે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપવા માટે મનોદ્રવ્યને ગ્રહણ કરીને, પ્રશ્નને અનુસારે મનોદ્રવ્યને પરિણાવતા હોવાથી, તેઓને દ્રવ્યમાન હોય છે. તેથી તેઓ વ્યવહારથી સંજ્ઞી કહેવાય છે. તેથી સંજ્ઞીમાર્ગણામાં ૧ થી ૧૪ ગુણસ્થાનક કહ્યાં છે. એટલે સંજ્ઞીમાર્ગણામાં કર્મસ્તવની જેમ ૧ થી ૧૩ ગુણઠાણા સુધી બંધસ્વામિત્વ જાણવું.
૮૪